સૌ પ્રથમ વિદ્યાર્થીઓ સુભાષ બ્રિજ થી ત્રણ દરવાજા ત્યાંથી ગ્રેન માર્કેટ અને ત્યાંથી બર્ધન ચોક પહોંચ્યા. ત્યાં આવેલ જામનગર ની સૌથી જૂની વેપારી પેઢી એટલે કે ટોપણ માધવજી કાગદી ની મુલાકાત લીધી. ત્યાંના સંચાલક શ્રી તેજસભાઈ કાગદી થી જામનગર ના રસપ્રદ ઈતિહાસ ની માહિતી આપી. તેમજ તેમની પેઢી ની વિસ્તૃત માહિતી તેમજ ઇતિહાસ જણાવ્યો. તથા વિદ્યાર્થીઓ ને તેમના દ્વારા ભેટ આપવામાં આવી અને વિદ્યાલય દ્વારા તેમનું સન્માન કર્યું.
ત્યારબાદ વિદ્યાર્થીઓએ ચાલતા ચાલતા જામનગર ની સ્થાપના સમયે સ્થાપિત જામનગર ની થાંભી ના દર્શન કર્યા તેમજ પૂજા કરી ત્યાં જામનગર ની સ્થાપના નો ઈતિહાસ જાણ્યો. ત્યાંથી આગળ જામનગર નો દરબારગઢ મહેલ, માં આશાપુરા મંદિર એ દર્શન કર્યા. અને મહેલો ના ઇતિહાસ વિશે જાણકારી મેળવી.
ત્યાંથી આગળ વિદ્યાર્થીઓ જામનગરમાં આવેલ કંસારા બજાર ની મુલાકાત લીધી. ત્યાં કંસારા દ્વારા થતાં વાસણો ની બનાવટ તેમજ કાર્ય ની સમજ લીધી અને નજીક આવેલ મહાકાળી મંદિર ના દર્શન કર્યા અને તેમનો ઇતિહાસ સમજ્યા.
ત્યાંથી આગળ જતાં વિધાર્થીઓએ સંઘાડિયા બઝાર ની મુલાકાત લીધી ત્યાં લાકડા માંથી બનતી વિવિધ વસ્તુઓ તેમજ તેના રંગકામ વિશે સમજ મેળવી.
આ દિવસે શનિવાર હોવાથી વિધાર્થીઓએ સંઘાડિયા બઝાર માં આવેલ ખંડેરિયા હનુમાનજી મંદિરે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો તેમજ આરતી કરી બધા વેપારી ને પ્રસાદ વિતરણ કર્યો સાથે વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓએ વેપારી તેમજ નાગરિકો ને શ્રી
સ્વામી વિવેકાંદજીના પુસ્તક ની ભેટ આપી.
વિદ્યાર્થીઓ ત્યાંથી ચાંદી બઝાર ખાતે આવેલ જામનગર ના જૂના ટ્રાવેલ્સ એવા ગિરીરાજ યાત્રા સંઘ ની મુલાકાત લીધી. ત્યાંના સંચાલક ને મળી કેવી રીતે પ્રવાસ નું આયોજન કરવું? પ્રવાસ કરતી વકતે શું ધ્યાન રાખવું? પ્રવાસ ના વ્યવસાય વિશે વિસ્તૃત માહિતી વિદ્યાર્થીઓ એ મેળવી. આમ વિદ્યાર્થીઓ ની એક દિવસીય હેરિટેજ વોક પૂર્ણ થઈ.
આ હેરિટેજ વોક થી વિદ્યાર્થીઓમાં વિવિધ ઇતિહાસ ની સમજ રસપ્રદ રહી. સાથે પ્રવાસ અને અભ્યાસ,આધ્યાત્મિકતા તેમજ વ્યાહારિક જ્ઞાન મેળવ્યું. આ સમગ્ર હેરિટેજ વોક નું આયોજન વિદ્યાલય ના આચાર્ય હેમાંશુ ગુરુજી એ કર્યું.તેમજ તેમની સાથે આશિષ ગુરુજી,અનિલ ગુરુજી તેમજ હિરેન ગુરુજી સાથે રહ્યા..