જેમાં શ્રીમતી સુનીતાજી પાંડે ( અખિલ ભારતીય બાલિકા શિક્ષણ સહ સંયોજક) જેમને માતા પુત્રી સંમેલન માં પ્રવચન આપ્યું. જેમાં તેમને માતા,પુત્રી ના વિવિધ પ્રશ્નો ના જવાબો આપ્યા.તેમને પુત્રી ના આરોગ્ય ની સાજ સજ્જા,કુટુંબ પ્રબોધન, દિકરીઓનો કૌશલ્ય વિકાસ,જે નાના પરંતુ ખરેખર સમાજ ના મોટા વિષયો છે. આ વિષય પર વિશેષ માર્ગદર્શન રહ્યું.
આ તકે બાલિકા શિક્ષણ ના પશ્ચિમ ક્ષેત્ર ના તેમજ ગુજરાત પ્રાંત ના સંયોજક શ્રીમતી હેમાબહેન પટેલ,પ્રાંત સહ સંયોજક શ્રીમતી સ્નેહાબહેન ભટ્ટ, ડો. લોપામુદ્રા વઘાસિયા વિભાગ સમનવ્યક શ્રીમતી રીનાબહેન દવે વિશેષ ઉપસ્થિત રહ્યા. સાથે ગુજરાત ના તમામ બાલિકા શિક્ષણ ના વિભાગ સંયોજકો,સંકુલ ના સંયોજકો આ તકે માતા પુત્રી સંમેલન માં વિશાળ સંખ્યામાં માતા,પુત્રી વિદ્યાલય ના ટ્રસ્ટી શ્રીઓ,આચાર્યો,કાર્યકર્તા જોડાયા હતા.