સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
Wednesday, August 14, 2024
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર અખંડ ભારત દિવસ ની ઉજવણી .
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર અખંડ ભારત દિન વિશેષ રીતે ઉજવણી થઈ હતી.સૌ પ્રથમ દિપ પ્રાગટ્ય, સરસ્વતી વંદના ત્યારબાદ અતિથિ સ્વાગત પરિચય થયો. ત્યારબાદ અખંડ ભારત અનુરૂપ વિદ્યાર્થીઓ એ સરસ મજા નું ગીત રજૂ કર્યું પછી વિદ્યાર્થીઓ એ જાતે બનાવેલ ભારત ના અલગ અલગ ભાગો કેવી રીતે તેમજ ક્યાં વર્ષ માં ભાગલા પડ્યા તેની PPT દ્વારા સમજૂતી આપી. ત્યારબાદ માનનીય મહેશભાઈ ચાડ (જામનગર વિસ્તાર પ્રચારક) નું અખંડ ભારત પર સંવાદ દ્વારા અખંડ ભારત ની સમજૂતી આપી. તેમને ભારતી ની સીમા,સંસ્કૃતિ વર્તમાન સમય નું અખંડ ભારત નું આપના સ્વપ્ન વિશે માર્ગદર્શન આપ્યું. સાથે વિદ્યાર્થીઓ ને રાષ્ટ્ર,દેશ અને રાજ્ય વિશે સમજાવ્યું, ત્યારબાદ અતિથિ દ્વારા અખંડ ભારત ના માનચિત્ર નું પૂજન કર્યું. ત્યારબાદ વિદ્યાર્થીઓ,આચાર્યો તેમજ ટ્રસ્ટી, વ્યવસ્થાપકો એ અખંડ ભારત ના માનચિત્ર નું પૂજન કર્યું.
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ખાતે શિશુવાટિકા નું દ્રિતીય વાલી સોપાન યોજાયું
શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુ મંદિર પર આજે ૧૯/૯/૨૦૨૬ ને શનિવારે બીજું વાલી સોપાન હતું....
-
આજ રોજ વિશ્વ યોગ દિવસ નિમિતે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી...
-
તારીખ 24/12/25 થી તારીખ 25/12/25 ના રોજ વિદ્યા ભારતી નો કચ્છ બિદડા સ્થાન પર પ્રાંતિય (રાજ્ય) કક્ષા ખેલકૂદ સમારોહ યોજાયેલ જેમાં શ્રી સરસ્વતી ...
-
🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...