સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Saturday, November 23, 2024

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર પર વિદ્યાર્થીઓ ને લેબોરેટરી વિશે ની સમજ

વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર આજ રોજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુસાર બેગલેસ ડે અંતર્ગત ગુલાબનગર માં આવેલ શ્રધ્ધા લેબોરેટરી ના  શ્રી જુગલભાઈ પીઠડિયા એ વિદ્યાલય પર આજ રોજ બ્લડ ગ્રુપ વિશે,બ્લડ ની માહિતી તેમજ વિવિધ પ્રકાર ના રોગ અને તેના માટે કેવા પ્રકાર ના ટેસ્ટ તેમજ લેબોરેટરી ના સાધનો અને તેના કાર્ય વિશે વિદ્યાર્થીઓ ને સમજ આપી હતી વિદ્યાર્થીઓ અનેક પ્રશ્નો પૂછી ચર્ચા કરી હતી. આ સેમિનાર માં કક્ષા ૬ થી ૯ ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ જુગલભાઈ નું વિદ્યાલય દ્વારા સન્માન કરવામાં આવ્યું.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર

 શિશુ થી કક્ષા 10 માં પ્રવેશ ચાલુ છે.   વિશ્વ નું સૌથી મોટું બિન સરકારી શૈક્ષણિક સંગઠન વિદ્યાભારતી સલ્ગ્ન વિદ્યાલય  યુનેસ્કો સ્કૂલ નેટવર્ક જ...