જેમાં કક્ષા ૯ ના વિદ્યાર્થીઓ સવારે લાલવાડી ખાતે જામનગર ના પ્રખ્યાત અન્નપૂર્ણા મંદિર ખાતે દર્શન કર્યા તેમજ તેના મંદિર ના મહંત સંત શ્રી મુંડિયાસ્વામી અને અન્નપુર્ણા મંદિર વિશે માહિતી આપી તેમજ દરવર્ષ યોજાતા ભંડારા વિશે વિદ્યાર્થીઓ ને માહિતગાર કર્યા.


ત્યાંથી આગળ વિદ્યાર્થીઓ જામનગર ના વિશ્વ પ્રખ્યાત વર્લ્ડ રેકોર્ડ ૬૫ વર્ષ કે તેથી અખંડ રામધૂન ચાલતી એવા બાલા હનુમાન મંદિર એ વિદ્યાર્થીઓ દર્શન નો લાભ લીધો મંદિર ની માહિતી લીધી,સાથે વિદ્યાર્થીઓ રામધૂન નો લાભ લીધો અને આનંદ કર્યો.
આગળ ચાલતા ચાલતા જામનગર છોટી કાશી તરીકે ઓળખાય છે. જામનગર માં અનેક શિવમંદિર આવેલા છે. જેમાં વિધાર્થીઓ એ એક હજાર શિવલિંગ મંદિર,હાટકેશ્વર,વૈદ્યનાથ મંદિર,પુરુષોત્તમ મંદિર ની મુલાકાત લીધી.



ત્યાંથી ચાલતા જતા જામનગર માં આવેલ પ્રણામી સંપ્રદાય ના પ્રણામી મંદિર જવાનું થયું ત્યાં પ્રણામી સંપ્રદાય ની સ્થાપના મંદિર અને જામનગર નો ઇતિહાસ જાણવા મળ્યો. વિદ્યાર્થીઓએ આરતી નો લાભ લીધો. ત્યાંથી જામનગર ના ગેટ જેવા કે ખંભાળિયા નું નાકું, કાલાવડ ગેટ વગેરે ગેટ અને ભુજીયા કોઠા ની માહિતી મેળવી.

ત્યારબાદ ચાલી ને જાતાં જામનગર ની વિવિધ બજારો જેવી કે સંઘાડિયા બજાર, ચાંદી બજાર, કંસારા બજાર,મોચી બજાર, કપડાં બજાર (સિંધી માર્કેટ), બર્ધન ચોક(ટોપણ ચોક) બજાર માં જઈ વિદ્યાર્થીઓ બજાર માં વિવિધ વસ્તુઓ નું ઉત્પાદન,વેચાણ વિશે માહિતી મેળવી.
ત્યાંથી જામનગર ના દરબારગઢ જ્યાં જામનગર સ્થાપના ની જગ્યા એટલે કે નગર ની ખાંભી,માં આશાપુરા મંદિર, મહાકાળી મંદિર,જૂનો મહેલ,દરબાર ગઢ પોલીસ સ્ટેશન અને જામનગર ની જૂની શાક માર્કેટ ની મુલાકાત લીધી અને ઇતિહાસ જાણ્યો.



આગળ ચાલતાં ચાલતાં જામનગર ના પ્રખ્યાત લાખોટા તળાવ ના મહેલ, મ્યુઝિયમ અને ફિઝિકલ ફિટનેસ પાર્ક અને નેચરલ પાર્ક ની મુલાકાત લીધી અને આનંદ માણ્યો.
આ મુલાકાત વિદ્યાર્થીઓ માટે ખૂબ રસપ્રદ રહી તમામ સ્થાનિક લોકો એ તે જગ્યા નો ઇતિહાસ વિદ્યાર્થીઓને જણાવ્યો. આ પ્રાયોગિક જ્ઞાન થી વિદ્યાર્થીઓ માં ઇતિહાસ અને સામાજિક વિજ્ઞાન વિશે પ્રાયોગિક અને જીવન માં આ યાત્રા યાદગાર રહેશે. આ હેરિટેજ વોક નું આયોજન માધ્યમિક વિદ્યાલય ના પ્રધાનઆચાર્ય હેમાંશુગુરૂજી કર્યું હતું સાથે અનીલગુરુજી ઇતિહાસ અને સંસ્કૃતિ ના ગીત તેમજ જામનગર ની થોડી ઝલક આપી. આ સંપૂર્ણ હેરિટેજ વોક નું માર્ગદર્શન વિદ્યાલય ના નિયામક જયશ્રીદીદી એ આપ્યું હતું.






