સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Saturday, March 29, 2025

શિશુમંદિર વિભાપર વિદ્યાલય નું દ્વિતીય વાલી સંમેલન યોજાયું.

 વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં શિશુ થી કક્ષા ૯ સુધી ના વિદ્યાર્થીઓ ના વાલીનું વાલી સંમેલન બે ભાગ માં  યોજાયું. જેમાં ફાઉન્ડેશન સ્ટેજ (શિશુ થી કક્ષા ૨) ના વાલી સંમેલન માં વક્તા તરીકે શ્રી દિનેશભાઈ સંઘાણી (વિદ્યાલય ના ટ્રસ્ટી તેમજ સંઘ ના રાજકોટ વિભાગ ના ગૌ વિભાગ ના સંયોજક) એ ફાઉન્ડેશન સ્ટેજ ના વાલીને વિદ્યા ભારતી ની શિક્ષણ પદ્ઘતિ, મૂલ્યાંકન, બાળ વિજ્ઞાન અને તેના આરોગ્ય વિશે ખૂબ સારું માર્ગદર્શન આપ્યું. આ વાલી સંમેલન માં મંચસ્થ શ્રી ભાણજીભાઈ પાંભર  વિદ્યાલય ના પ્રમુખ, દિનેશભાઈ સંઘાણી ટ્રસ્ટી, જયશ્રીબા જાડેજા વિદ્યાલય ના નિયામક તેમજ પ્રાંત બાલિકા શિક્ષણ પ્રમુખ તેમજ રીનાબહેન દવે વિદ્યાલય ના શિશુ વિભાગ ના માર્ગદર્શક, પ્રાંત શિશુ વાટિકા પ્રમુખ તેમજ પૂર્ણ કાલીન કાર્યકર્તા ઉપસ્થિત હતા. આ સંમેલન નું સંચાલન શ્રી દમયંતીબહેન અમરેલીયા ( શિશુ વિભાગ ના પ્રધાનઆચાર્ય) એ કર્યું હતું આ પ્રથમ ભાગ માં કક્ષસહ વાલી બેઠક રહી. 
ત્યારબાદ દ્વિતીયભાગ કક્ષા ૨ થી ૯ ના વાલી સંમેલન ના વક્તા તરીકે ડો. પ્રતીક્ષાબહેન ભટ્ટ રહ્યા જેઓ રાષ્ટ્રીય સેવિકા સમિતિ સૌરાષ્ટ્ર પ્રાંત સહ બૌધિક પ્રમુખ
મહિલા સમન્વય રાજકોટ વિભાગ સંયોજીકા
ગૌ વિજ્ઞાન ફાઉન્ડેશન ના ડાયરેક્ટર 
HSSF ના સૌરાષ્ટ્ર પ્રાંત નારી આયામ સંયોજીકા છે. તેમને વાલીઓ ને વિદ્યા ભારતી ની શિક્ષણ વ્યવસ્થા, પરિવાર અને સંસ્કાર,વિદ્યાર્થીઓ ના વિકાસ માં માતા,પિતા ની ભૂમિકા વિશે સમજ આપી. આ સંમેલન ના મંચસ્થ શ્રી પ્રતીક્ષાબહેન ભટ્ટ,મયુરીબહેન કપુરિયા ( પ્રાથમિક પ્રધાનઆચાર્ય) સાથે હિમાંશુભાઈ પરમાર ( માધ્યમિક વિભાગ પ્રધાનઆચાર્ય) હતા. કાર્યક્રમ માં દિપ પ્રાગટ્ય,વંદના,પરિચય સ્વાગત,વ્યક્તિગત ગીત, બૌધિક માર્ગદર્શન આપ્યું. આ તકે વિદ્યાલય ના ટ્રસ્ટી દક્ષા બહેન બોરસદિયા ઉપસ્થિત હતા. આ આ બંન્ને ભાગ ના વાલી સંમેલન માં  આચાર્યો તેમજ મોટી સંખ્યા માં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ વિદ્યા ભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન.

🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ   ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો  જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...