સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Wednesday, July 23, 2025

શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં ભારત ના સંવિધાન નું દર્શન

વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં સામાજિક વિજ્ઞાન ના વિષય અંતર્ગત નાગરિક ના વિભાગ માં ભારતીય કાયદા ની જાણકારી તેની કલમો અને તેમજ સંવિધાન વિશે કક્ષા ૮ અને ૯ માં વિષય અભ્યાસ કરવાનો હોય છે.
તે અંતર્ગત આપણા દેશ ના મૂળ અને મુખ્ય એવા કાયદા નું પુસ્તક વિદ્યાર્થીઓ એ નિહાળ્યું તેમાં આમુખ,નાગરિત્વ,મૂળભૂત ફરજો,આપણી કલમો અને કાયદાઓ કેવી રીતે બને તે વિશે સમજ્યું. કાયદા નું પુસ્તક વિદ્યાર્થીઓ જોયું અને તેમને તેમને લગતા પ્રશ્નો પૂછ્યા અને વિદ્યાર્થીઓ ને કાયદા અને સંવિધાન વિશે રસ જાગ્યો અને સમજ પણ મેળવી.

Saturday, July 19, 2025

શિશુમંદિર વિભાપર ના શિશુવાટિકા નું પ્રથમ સોપાન.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર પ્રથમ વાલી સોપાન આજરોજ સરસ્વતી શિશુ મંદિર વિભાપર સ્થાને શિશુ વાટિકા નું પ્રથમ સોપાન યોજાયેલ તેમાં પ્રાંત પ્રમુખ રીનાબેન દવે શિશુ વાટિકા પ્રધાન આચાર્ય દીક્ષાબેન અમરેલીયા શિશુવાટિકા ના બધા આચાર્ય ની ટીમ ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં મુખ્ય સંચાલન શીતલ દીદી એ કરેલ વિષય શિશુવાટીકા શું છે તે વિષય અંતર્ગત દીક્ષાબેને પ્રકાશ પાડ્યો આ ઉપરાંત શિશુઆટીકાના આચાર્ય દ્વારા જુદા જુદા પ્રકારની વાર્તાઓની પ્રસ્તુતિ કરવામાં આવી જેમાં હાવભાવ સાથેની વાર્તા ચિત્ર વાર્તા નૃત્ય નાટિકા દ્વારા અને શેડો આર્ટ આમ અનેક પ્રકારોની વાર્તા વાલી સમક્ષ રજૂ કરવામાં આવી છેલ્લે પ્રાંત શિશુ વાટિકા પ્રમુખ રીનાબેન દવે દ્વારા વાર્તાઓ ની સમીક્ષા કરવામાં આવી ત્યારબાદ મુક્ત ચિંતન અને કલ્યાણ મંત્ર બાદ બધા છૂટા પડ્યા કુલ ૮૨ જેટલા વાલીની ઉપસ્થિતિ હતી.

શિશુમંદિર વિભાપર નો જોરદાર બેગલેસ ડે..

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓ ને શનિવારે સુંદર મજા ના રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુરૂપ બેગલેસ ડે નું આયોજન કરવામાં આવ્યું જેમાં અલગ અલગ કક્ષા માં વિવિધ આયોજન જેમાં સ્ફૂર્તિ યોગ,વંદના અભ્યાસ,વિવિધ રમતો,શ્લોક,પ્રાયોગિક વિષયો, કોમ્પ્યુટર,AI ટેક્નોલોજી,ધ્યાન,સામુહિક રાસ,વિડિઓ દ્વારા જામનગર ના ઇતિહાસ ની સમજ,માનવ જીવન ની શરૂવાત તેમજ વ્યક્તિગત વિકાસ માટે ની પ્રવૃત્તિઓ કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહ સાથે ભાગ લીધો.

Wednesday, July 16, 2025

શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર માઇન્ડટ્રેનર વર્કશોપ યોજાયો.

વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર કક્ષા ૯,૧૦ માટે કેરિયર ગાઈડન્સ,અભ્યાસ માં કેવી રીતે સારા ગુણ લાવવા તેમજ માઈન્ડ એક્ટિવ કરવા માટે ની પ્રવૃત્તિ કરાવેલી જે પ્રણવભાઈ પટેલ (પંચગવ્ય ચિકિત્સક તેમજ આધ્યાત્મિક સલાહકાર) ના માર્ગદર્શન  યાનશીબહેન,વરુણભાઈ કુલચંદાની,હાર્દિકભાઈ વગેરે ભરૂચ થી વિદ્યાલય માં માર્ગદર્શન માટે આવેલ ત્યારબાદ આચાર્યો ને પણ ધ્યાન નું મહત્વ તેમજ યોગદર્શન વિશે માહિતી આપી.
આ તકે વિદ્યાલય ના વ્યવસ્થાપક અશોકભાઈ પાંભર વિદ્યાલય ના નિયામક જયશ્રીબા જાડેજા તેમજ આચર્યો અને વિધાર્થીઓ એ ભાગ લીધો

Sunday, July 13, 2025

શિશુમંદિર વિભાપર વિદ્યાલય @ શનિવારે બેગલેસ ડે

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓ ને શનિવારે સુંદર મજા ના રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અનુરૂપ બેગલેસ ડે નું આયોજન કરવામાં આવ્યું જેમાં અલગ અલગ કક્ષા માં વિવિધ આયોજન જેમાં માટીકલા,વિવિધ રમતો,અભિનય ગીતો,શ્લોક સ્પર્ધા તેમજ વ્યક્તિગત વિકાસ માટે ની પ્રવૃત્તિઓ કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહ સાથે ભાગ લીધો.

શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર પ્રાંત સંગઠન મંત્રી મહેશજી નો પ્રવાસ

 શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર વિદ્યાભારતી ગુજરાત પ્રાંત ના સંગઠન મંત્રી શ્રી મહેશભાઈ પતંગે નો પ્રવાસ શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર થયો જેમાં સૌ પ્રથમ ટ્રસ્ટી વ્યવસ્થાપક સાથે બેઠક કરી પછી આચાર્યા અને પ્રધાનાચાર્ય તેમજ નિયામક સાથે બેઠક કરી માર્ગદર્શન આપ્યું.ત્યારબાદ વિદ્યાલય દ્વારા ચાલતા રક્ષાસૂત્ર ના પ્રકલ્પ ની શરૂવાત મહેશજી ને રીનાબહેન દવે,જયશ્રીબા જાડેજા તેમજ મયુરીબહેન કપૂરીયા દ્વારા રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યું.

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ વિદ્યા ભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન.

🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ   ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો  જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...