સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Saturday, July 19, 2025

શિશુમંદિર વિભાપર ના શિશુવાટિકા નું પ્રથમ સોપાન.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર પ્રથમ વાલી સોપાન આજરોજ સરસ્વતી શિશુ મંદિર વિભાપર સ્થાને શિશુ વાટિકા નું પ્રથમ સોપાન યોજાયેલ તેમાં પ્રાંત પ્રમુખ રીનાબેન દવે શિશુ વાટિકા પ્રધાન આચાર્ય દીક્ષાબેન અમરેલીયા શિશુવાટિકા ના બધા આચાર્ય ની ટીમ ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં મુખ્ય સંચાલન શીતલ દીદી એ કરેલ વિષય શિશુવાટીકા શું છે તે વિષય અંતર્ગત દીક્ષાબેને પ્રકાશ પાડ્યો આ ઉપરાંત શિશુઆટીકાના આચાર્ય દ્વારા જુદા જુદા પ્રકારની વાર્તાઓની પ્રસ્તુતિ કરવામાં આવી જેમાં હાવભાવ સાથેની વાર્તા ચિત્ર વાર્તા નૃત્ય નાટિકા દ્વારા અને શેડો આર્ટ આમ અનેક પ્રકારોની વાર્તા વાલી સમક્ષ રજૂ કરવામાં આવી છેલ્લે પ્રાંત શિશુ વાટિકા પ્રમુખ રીનાબેન દવે દ્વારા વાર્તાઓ ની સમીક્ષા કરવામાં આવી ત્યારબાદ મુક્ત ચિંતન અને કલ્યાણ મંત્ર બાદ બધા છૂટા પડ્યા કુલ ૮૨ જેટલા વાલીની ઉપસ્થિતિ હતી.

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ વિદ્યા ભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન.

🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ   ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો  જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...