સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Saturday, August 30, 2025

બાલિકા શિક્ષણ પ્રવુતિ

બાલિકા શિક્ષણ 
દિનાંક :28 /6 /25 
વાર:શનિવાર
➡️રૂપરેખા
બ્રહ્મનાદ
 ગીત -નારી તુ મહાન હૈ...
બૌદ્ધિક
        
આજનું બાલિકા શિક્ષણ બપોરે ચાર કલાકથી રાખવામાં આવેલ. જેમાં બ્રહ્મનાદ કરાવી" નારી તુ મહાન હૈ" ગીત નો ઓડિયો રજૂ કરવામાં આવેલ. ત્યારબાદ "વર્ષા ઋતુમાં કેવો આહાર અને વિહાર હોવો જોઈએ" પીપીટી દ્વારા વિડીયો દર્શન કરાવેલ.
    આ બાલિકા શિક્ષણમાં હીનાબેન પરમાર અને રંજનબેન નકુમ તેમજ ધોરણ 5 થી 9ના 91 બહેનો ઉપસ્થિત રહેલા.

બાલિકા શિક્ષણ અંતર્ગત માં સમિતિ ની બહેનો દ્વારા પ્રશિક્ષણ

બાલિકા શિક્ષણ 
દિનાંક:14 /6 /25
વાર :શનિવાર
રૂપરેખા 
બ્રહ્મનાદ 
ગીત -ભારત મે નારી કી ગરિમા....
પ્રસ્તાવના
સ્કાઉટ ની માહિતી
બાલિકા શિક્ષણ ની માહિતી
દીપ પ્રાગટ્ય
અતિથિ સન્માન
પ્રાયોગિક: સમિતિ શાખા લગાવવી, દંડ દાવ', નિયુદ્ધ, રમતો.
   
       આજ રોજ બપોરે 2 કલાકથી બાલિકા શિક્ષણમાં બ્રહ્મનાદ કરી "ભારત મે નારી કી ગરિમા"... ગીત હીનાબેન પરમાર દ્વારા લેવામા આવ્યું. ત્યારબાદ સ્કાઉટ ની માહિતી સરોજબા જાડેજા એ આપેલી તેમ જ બાલિકા શિક્ષણ ની માહિતી હીનાબેન પરમાર એ આપેલી.
   રાષ્ટ્રીય સ્વયંસેવક સમિતિના છ બહેનો અતિથિ તરીકે પધારેલા જેમનું સન્માન કરવામાં આવ્યું. જેમણે સમિતિ શાખા લગાવવી, દંડ દાવ , નિ યુદ્ધ અને ગટસ:રમતો રમાડેલી. જેમાં કક્ષા 5 થી 9 ના 98 બહેનો ઉપસ્થિત હતા તેમજ સરોજબા જાડેજા હીનાબેન પરમાર ,રીનાબેન ધારવીયા, આશાબેન કણજારીયા ઉપસ્થિત હતા.

શિશુમંદિર વિભાપર માં શિશુવાટિકા નું દ્રિતીય વાલી સોપાન

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન આજે શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર વિદ્યાલયમાં શિશુવાટિકાનું દ્વિતીય વાલી સોપાન થયું તેમાં મંચસ્થ અધિકારી શ્રી ડોક્ટર રાકેશભાઈ ચાંગાણી અને વિદ્યાલય ના નિયામક શ્રી જયશ્રીબેન જાડેજા રહ્યા હતા તેમજ તેમના હસ્તક દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને મા સરસ્વતીની વંદના કરી.વિષય બાળકોનો આહાર રહ્યો આહાર વિશે રાકેશભાઈ ખુબ સરસ માહિતી આપી. બાળકના એક થી પાંચ વર્ષમાં અન્નમય કોષ નો વિકાસ થાય છે એના માટે કયો ખોરાક લેવો એના વિશે ખૂબ સરસ માહિતી આપી. ખાસ ટીવી અથવા મોબાઇલ જોતા જોતા ભોજન ન લેવું ભોજન નો સંપૂર્ણ આનંદ લેવો તેવી વાલીઓ ને ખાસ અપીલ કરી . આ સોપાન માં શિશુ વાટિકા ના વાલીઓ,આચાર્યો તેમજ શિશુ વિભાગ ના પ્રધાનઆચાર્ય શ્રી દમયંતીબહેન અમરેલીયા જોડાયા હતા.

બાલિકા શિક્ષણ અંતર્ગત બૌધિક માર્ગદર્શન

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં આજે  સવારે 8:00 કલાકે બાલિકા શિક્ષણ લેવામાં આવેલ જેમાં નારી તુ મહાન હૈ ગીત ઓડિયો દ્વારા શ્રવણ કરવામાં આવેલ. ત્યારબાદ માનનીય શ્રી જયશ્રીબા જાડેજા નો નારી તુ મહાન હૈ વિષય પર માર્ગદર્શન રહ્યું જેમાં ભારતીય નારીઓના કેવા ગુણો હોય, વેશભૂષા કેવી હોય, તેમજ આદર્શ નારીમાં કેવું તેજ હોય જેનું માર્ગદર્શન રહ્યું.
       આ બાલિકા શિક્ષણમાં આચાર્ય હીનાબેન પરમાર તેમજ રંજનબેન નકુમ તથા કક્ષા 5થી 9ના કુલ 90બહેનો ઉપસ્થિત હતા. 

Wednesday, August 13, 2025

શિશુમંદિર વિભાપર માં અખંડ ભારત દિવસ ની ઉજવણી

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં અખંડ ભારતની ઉજવણી કરવામાં આવી. જેમાં સૌ પ્રથમ દિપ પ્રાગટ્ય,વંદના,સ્વાગત પરિચય થયો જેમાં વિદ્યાલય ના આચાર્ય શ્રી મનીષભાઈ કટેશિયા એ અખંડ ભારત નું ગીત રજૂ કર્યું ત્યારબાદ જામનગર સંઘ ના વિસ્તાર શ્રી સુખદેવભાઈ વાઘાણી એ અખંડ ભારત વિશે બૌધિક આપ્યું ત્યારબાદ વક્તા તેમજ વિદ્યાલય ના ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ભાણજીભાઈ પાંભર ટ્રસ્ટીશ્રીઓ,વિદ્યાલય ના નિયામક,પ્રધાન આચાર્યો,આચાર્યો,વિદ્યાર્થીઓ એ અખંડ ભારત ના ચિત્ર નું પૂજન કર્યું.

Tuesday, August 5, 2025

શિશુમંદિર વિભાપર માં ૧૮૧ અભ્યમ ની ટીમ ની મુલાકાત

આજ રોજ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં જામનગર ની સરકાર શ્રી ની ૧૮૧ એટલે કે અભ્યમ ટીમ એ વિદ્યાલય ની મુલાકાત આવી જેમાં ટીમ દ્વારા વિદ્યાર્થીઓ ને ૧૮૧ અભ્યમ ટીમ ના કાર્યો અને સ્ત્રી સુરક્ષા અને હાલ માં મોબાઈલ ના દૂર ઉપયોગ વિશે સમજ આપી વિદ્યાલય દ્વારા ટીમ નું  સન્માન કર્યું તેમજ વિદ્યાલય  નિર્મિત રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યું. આ તકે અભ્યમ ટીમ માંથી ઇલાબા ઝાલા પોલીસ કોન્સ્ટેબલ, રિનાબહેન દિહોરા કાઉન્સિલર તેમજ સુજીતસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાલય ના નિયામક જયશ્રીબા જાડેજા એ સન્માન કર્યું અને વિદ્યાલય વિશે માહિતી આપી. આ કાર્યક્રમ નો લાભ વિદ્યાર્થીઓ અને આચાર્યો એ લીધો.

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ વિદ્યા ભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન.

🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ   ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો  જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...