જામનગર નજીક આવેલ શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર વિદ્યાલય માં ધોરણ ૬ થી ૯ માં કક્ષા પ્રમુખ ( ક્લાસ મોનીટર) ની ચુંટણી યોજાઈ હતી.
જેમાં ધોરણ ૬ થી ૯ ના ૧૯૨ વિદ્યાર્થીઓ એ મતદાન કર્યું જેમાં ૧૦૦ ટકા વિદ્યાર્થીઓ એ ચૂંટણી માં ભાગ લીધો.
જેમાં આગામી એક વર્ષ માટે વિદ્યાર્થીઓ મોનીટર તરીકે ક્લાસ માં કાર્ય કરશે.
આ સમગ્ર ચૂંટણી ની વ્યવસ્થા વિદ્યાર્થીઓ એ કરી હતી.
આ ચૂંટણી થી વિદ્યાર્થીઓ માં મતદાન જાગૃતિ મતદાન નું મહત્વ મતદાન મથક નું આયોજન આવા ચૂંટણી વિષય નું માર્ગદર્શન સાથે સાથે વિદ્યાર્થીઓ એ બુથ લેવલ ઓફિસર, નિરીક્ષક,બુથ એજન્ટ તરીકેનું પણ કાર્ય કરેલ. વિદ્યાર્થીઓ એ ઇ.વી.એમ મશીન મોબાઈલ એપ નો ઉપયોગ કર્યો.
છેલ્લે મતદાન ગણતરી કરી વિજેતા જાહેર થયા. તેમને વિદ્યાલય ના આચાર્યો દ્વારા હારતોલા,અબીલ ગુલાલ થી સ્વાગત તેમજ બેન્ડ દ્વારા વિદ્યાર્થીઓની વિજેતા ની ઉજવણી કરી.
આ સમગ્ર પ્રક્રિયા સામાજિક વિજ્ઞાન ના શિક્ષક શ્રી હેમાંશુભાઈ પરમાર દ્વારા યોજવામાં આવી.