Friday, January 26, 2024
૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન ની ઉજવણી.
આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ખાતે ૨૬ જાન્યુઆરી નિમિતે વિદ્યાલયમાં ધ્વજવંદન યોજાયું જેમાં સૌ પ્રથમ દિપ પ્રાગટ્ય,પરિચય તેમજ ધ્વજવંદન આપણી વિદ્યાલય ના પૂર્વ પ્રધાનાચાર્ય સંધ્યાબહેન જોશી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. ત્યારબાદ આશિષગુરુજી એ પ્રજાસત્તાક દેશ અને ભારત ના બંધારણ વિશે સમજ આપી. ત્યારબાદ ખેલ મહાકુંભ તેમજ પ્રાંત ખેલકૂદ માં પ્રથમ અને દ્વિતીય આવેલ વિદ્યાર્થીઓ નું સન્માન કરવામાં આવ્યું. સંસ્કૃતિ જ્ઞાન વિભાગ દ્વારા યોજાયેલ નિબંધ સ્પર્ધા માં વિભાગ પ્રથમ આવેલ વિદ્યાલય ના નિયામક શ્રી જયશ્રીદીદી નું સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ ભારત માતા ના પૂજન શા માટે તેમના વિશે સમજ મેળવી. ત્યારબાદ સૌ ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપકો, આચાર્યો વિદ્યાર્થીઓ તેમજ પૂર્વ છાત્રો,આચાર્યો અને વાલીઓ એ ભારતમાતા પૂજન કર્યું.
શિશુમંદિર વિભાપર વિદ્યાલય કક્ષા ૬ થી ૧૦ નો યાદગાર કચ્છ પ્રવાસ..
વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર નો ૨ દિવસીય કચ્છ નો પ્રવાસ યોજાયો જેમાં સૌ પ્રથમ કબરાઉ ત્યાંથી ભુજ માં આવેલ પ્રખ્યાત કચ્છ મ...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર પ્રથમ વાલી સંમેલન યોજાઈ ગયું. આ વાલી સંમેલન બે ભાગ માં યોજાયું જે...
-
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય નો શિશુ વાટિકા વિભાગ નો વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવ્યો. આ દિવસે વિશેષ સરસ્વતી માતા નું પૂજન કરવામાં ...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર ગુજરાત પોલીસ ના બેડી મરીન પોલીસ સ્ટેશન દ્વારા વિદ્યાલય પર ભારતીય ...