Friday, January 26, 2024
પૂર્વ આચાર્ય અને પૂર્વ છાત્ર સંમેલન
આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર ૨૬ જાન્યુઆરી નિમિતે વિદ્યાલય માં પૂર્વ આચાર્ય અને પૂર્વ છાત્ર સંમેલન યોજાયું. જેમાં સૌપ્રથમ ધ્વજવંદન બાદ ટ્રસ્ટી,વ્યવસ્થાપકો અને હાલ ના આચાર્યો નો પરિચય તેમજ પૂર્વ આચાર્ય અને પૂર્વ છાત્ર નો પરિચય કરવામાં આવ્યો. ત્યારબાદ વિદ્યાર્થીઓ ના જૂના ફોટો અને વીડિયો જ્યારે અભ્યાસ કરતા ત્યારના તેમજ પ્રવૃતિઓના બતાવવામાં આવી જેથી તેમને તેમની યાદ ની સ્મૃતિ થાય. તેમજ પૂર્વ છાત્રો અને પૂર્વ આચાર્યો એ વિદ્યાલય દર્શન કર્યા. અને ત્યારબાદ પૂર્વ આચાર્ય પોતાનો અનુભવ વર્ણવ્યો તેમજ પૂર્વ છાત્રો એ પોતાની વાત તેમજ અનુભવ કર્યો. ત્યારબાદ મુખ્ય વક્તા તરીકે માનનીય મહેશજી પતંગે એ માર્ગદર્શન આપ્યું. તેમને વિદ્યાર્થીઓ ને વિદ્યા ભારતી ની વિશેષતા અને હાલ ના સમય ના પૂર્વ છાત્ર નું રાષ્ટ્ર માટે કેવી રીતે યોગદાન આપી શકે તે વાત કરી. તેમના માર્ગદર્શન પછી વિદ્યાર્થીઓ ભોજન લીધું. અને અલગ અલગ ગટ માં પૂર્વ છાત્રો અને આચાર્યો સાથે વાતચીત આચાર્યો એ કરી. આ સંમેલન થી અનેક પૂર્વ છાત્ર અને આચાર્ય પરિચય થયો અને ઉત્સાહ પૂર્વક માહોલ રહ્યો. આ સંમેલન ના સંયોજક પ્રાથમિક પ્રધાનાચાર્યા મયુરીદીદી હતા. તેમજ વિદ્યાલય ના પ્રમુખ ભાણજીભાઈ પાંભર મંત્રી શ્રી હર્ષદભાઈ પણસારા તેમજ વિદ્યાલય ટ્રસ્ટીઓ,વ્યવસ્થાપકો,આચાર્યો ઉપસ્થિત હતા.આ સંમેલન ની અંદર બહોળી સંખ્યા માં પૂર્વ છાત્ર અને આચાર્યો ઉપસ્થિતિ રહ્યા હતા.
શિશુમંદિર વિભાપર વિદ્યાલય કક્ષા ૬ થી ૧૦ નો યાદગાર કચ્છ પ્રવાસ..
વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર નો ૨ દિવસીય કચ્છ નો પ્રવાસ યોજાયો જેમાં સૌ પ્રથમ કબરાઉ ત્યાંથી ભુજ માં આવેલ પ્રખ્યાત કચ્છ મ...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર પ્રથમ વાલી સંમેલન યોજાઈ ગયું. આ વાલી સંમેલન બે ભાગ માં યોજાયું જે...
-
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય નો શિશુ વાટિકા વિભાગ નો વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવ્યો. આ દિવસે વિશેષ સરસ્વતી માતા નું પૂજન કરવામાં ...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર ગુજરાત પોલીસ ના બેડી મરીન પોલીસ સ્ટેશન દ્વારા વિદ્યાલય પર ભારતીય ...