આજ રોજ
શ્રી સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલય વિભાપરમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં માતૃભાષા નું મહત્વ સમજાવવામાં આવ્યું. ગુજરાતી ભાષાના કવિઓ અને લેખકોનો પરિચય આપવામાં આવ્યો.
વિદ્યાર્થીઓ દ્વારા વાર્તા કથન, જોડકણાં, કાવ્યગાન, સંવાદ, પ્રભાતિયાં, લોકગીતો,નાટક,વગેરે રજૂ કરવામાં આવ્યાં. વિદ્યાલયના નિયામક શ્રી જયશ્રીબા જાડેજા, પ્રાથમિક વિભાગના પ્રધાનાચાર્યા શ્રી મયુરીબેન કપુરીયા તેમજ વિદ્યાલયના બધા જ આચાર્યશ્રીઓ અને કક્ષા ૧ થી ૯ ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમના સંયોજક અનિલગુરુજી અને સહસંયોજક આશાદીદી હતા. કાર્યક્રમમાં સંચાલન મનીષ ગુરુજીએ કર્યું હતું. તેમના અંતે બધા જ વિદ્યાર્થીઓને આચાર્યએ પોતાની સહી માતૃભાષામાં જ કરીશું એવી પ્રતિજ્ઞા લીધી હતી.