Tuesday, March 12, 2024

ગ્રાહક પંચાયત ના અખિલ ભારતીય અધિકારી નો શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં પ્રવાસ

આજ રોજ અખિલ ભારતીય ગ્રાહક પંચાયત ના અખિલ ભારતીય સહ સચિવ  શ્રી નેહાબહેન જોશી નો પ્રવાસ શિશુ મંદિર વિભાપર વિદ્યાલય પર રહ્યો. જેમાં તેમને આચાર્યો નો પરિચય,વિદ્યાલય દર્શન કર્યા ત્યારબાદ કક્ષા ૮,૯ ના વિદ્યાર્થીઓને ગ્રાહક શિક્ષણ વિશે સમજ આપી. તેમજ ગ્રાહક ના અધિકારો અને જાગો ગ્રાહક જાગો અભિયાન વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું.
સાથે ગ્રાહક પંચાયત ના અધિકારી  સૌરાષ્ટ્ર પ્રાંત સહ  સંયોજક  ભરતભાઈ કોરાટ,પ્રાંત પ્રચાર પ્રસાર અને સંપર્ક ના એડવોકેટ સીમાબહેન મહેતા જામનગર નગર ના વાલી મહેશભાઈ વ્યાસ જામનગર નગર સંયોજક ગિરિરાજસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. તેમનું વિદ્યાલય દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

શિશુમંદિર વિભાપર વિદ્યાલય કક્ષા ૬ થી ૧૦ નો યાદગાર કચ્છ પ્રવાસ..

વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર નો ૨ દિવસીય કચ્છ નો પ્રવાસ યોજાયો જેમાં સૌ પ્રથમ કબરાઉ ત્યાંથી ભુજ માં આવેલ પ્રખ્યાત કચ્છ મ...