Monday, June 17, 2024

પ્રથમ આચાર્ય પ્રશિક્ષણ વર્ગ

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર (વિભાપર) વિદ્યાલય નો આ શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ વિદ્યાલય સ્તર નો પ્રથમ આચાર્ય પ્રશિક્ષણ વર્ગ રહ્યો. જેમાં સૌ પ્રથમ વંદના બાદ બૌધિક સત્ર રહ્યું જે વિદ્યાલય ના આચાર્ય હેમાંશુભાઈ પરમાર એ હિન્દુ ધર્મ,સંસ્કૃતિ, સમાજ અને રાષ્ટ્ર વિષય પર બૌધિક આપ્યું. 
ત્યારબાદ સંસ્કૃત વ્યાકરણ અને તેનો અભ્યાસ આચાર્ય એ કર્યો.
ત્રીજું સત્ર ૨ ભાગ માં વિદ્યાલય ના આચાર્ય  આશિષભાઈ તેમજ હિરેનભાઈ એ લીધું. તેમને શિક્ષણ માં આવતા ટેકનિકલ પડકારો,પેપર તૈયાર કરવા તેમજ ડિજિટલ લેખન વિશે સમજ આપી. 
સત્ર ૩ માં વિદ્યાલય ના દીદી રીનાબહેન ધારવિયા એ ગુજરાતી વિષય માં વ્યાકરણ અને ભાષા સજ્જતા નું સત્ર રહ્યું.
સત્ર ૪ આગામી વિદ્યાલય ના કાર્યક્રમો નું આયોજન તેમજ તેની ગટશ બેઠક રહી.
છેલ્લે વિદ્યાલય ના પ્રધાનાચાર્ય અને આજ ના વર્ગ સંયોજક મયુરીબહેન કપુરિયા એ સમાપન સત્ર લીધું.

શિશુમંદિર વિભાપર વિદ્યાલય કક્ષા ૬ થી ૧૦ નો યાદગાર કચ્છ પ્રવાસ..

વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર નો ૨ દિવસીય કચ્છ નો પ્રવાસ યોજાયો જેમાં સૌ પ્રથમ કબરાઉ ત્યાંથી ભુજ માં આવેલ પ્રખ્યાત કચ્છ મ...