Saturday, July 13, 2024

શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં વૈદિક સંસ્કૃતિ, પાળિયા તેમજ સતી ના ઈતિહાસ વિવિધ વિષયો પર શાસ્ત્રીજી દ્વારા સમજ.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં જામનગર ના સંસ્કૃત આચાર્ય શ્રી રવિભાઈ જોષી ( ઓમ સંસ્કૃત એકેડમી ના સંચાલક) 
એ વિદ્યાલય ના વિદ્યાર્થીઓ ને વેદ,ઉપનિષદ,પુરાણ ની સામાન્ય માહિતી આપી તેમજ કુળદેવી,કુળદેવતા ઇષ્ટદેવ વિવિધ દેવી,દેવતાઓ મહત્વ તેમજ ભારતીય સંસ્કૃતિ ના અનેક વિષયો પર માહિતી અને વિદ્યાર્થીઓ તેમજ આચાર્યો દ્વારા પૂછેલા પ્રશ્નો ના વૈદિક ઉતરો આપ્યા તેમજ વિદ્યાર્થીઓ ને સુંદર મજા નું વૈદિક જ્ઞાન આપ્યું. વિદ્યાલય ના ટ્રસ્ટી દિનેશભાઈ સંઘાણી એ પ્રસ્તાવના મૂકી .
શાસ્ત્રીજી વિદ્યાલય ની મુલાકાત તેમજ વિદ્યાલય થી પ્રભાવિત થયા. આ કાર્યક્રમ માં વિદ્યાલય ના ટ્રસ્ટી દિનેશભાઈ સંઘાણી, વિદ્યાલય ના નિયામક જયશ્રી બહેન જાડેજા, પ્રધાનાઆચાર્ય, આચાર્યો તેમજ કક્ષા ૬ થી ૧૦ ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા.

શિશુમંદિર વિભાપર વિદ્યાલય કક્ષા ૬ થી ૧૦ નો યાદગાર કચ્છ પ્રવાસ..

વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર નો ૨ દિવસીય કચ્છ નો પ્રવાસ યોજાયો જેમાં સૌ પ્રથમ કબરાઉ ત્યાંથી ભુજ માં આવેલ પ્રખ્યાત કચ્છ મ...