દિનાંક 15 /10/ 26 ગુરુવાર વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સલગ્ન શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર શિશુવાટીકા માં આજે વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવ્યો
જેમાં કુલ 34 બાળકોના વિદ્યારંભ સંસ્કાર થયા 30 બાળકો વિદ્યાલયના અને ચાર અન્ય બાળકો હતા.
વિદ્યારંભ સંસ્કારમાં આપણા વિદ્યાલયના ટ્રસ્ટીગણ વ્યવસ્થાપક ગણ પ્રમુખશ્રી મંત્રીશ્રી નિયામક શ્રી માર્ગદર્શક શ્રી પ્રધાનઆચાર્ય શ્રી આચાર્ય અને વાલી તથા બાળકો ઉપસ્થિત રહ્યા
જેમાં મુખ્ય અતિથિ નીતાબેન શ્રીવાસ્તવ,લતાબહેન દુધરેજીયા ઉપસ્થિત રહ્યા હતા.
સૌપ્રથમ બાળકોનું પોથી પૂજન થયું ત્યારબાદ યજ્ઞ કરવામાં આવ્યો અને પછી માતા દ્વારા બાળકને સંસ્કાર આપવામાં આવ્યો
વિદ્યારામ સંસ્કાર શિશુવાટિકાના પ્રધાન આચાર્યશ્રી દીક્ષાબેન અમરેલીયા દ્વારા આપવામાં આવ્યા
વ્યક્તિના જીવનના 16 સંસ્કાર માનો એક સંસ્કાર વિદ્યારંભ સંસ્કાર હોવાથી વાલી શ્રી ખૂબ સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ખૂબ આનંદથી બાળકોને વિદ્યારંભ સંસ્કાર કરાવ્યો.