સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Friday, January 26, 2024

૨૬ મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન ની ઉજવણી.

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ખાતે ૨૬ જાન્યુઆરી નિમિતે વિદ્યાલયમાં ધ્વજવંદન યોજાયું જેમાં સૌ પ્રથમ દિપ પ્રાગટ્ય,પરિચય તેમજ ધ્વજવંદન આપણી વિદ્યાલય ના પૂર્વ પ્રધાનાચાર્ય સંધ્યાબહેન જોશી દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું. ત્યારબાદ આશિષગુરુજી એ પ્રજાસત્તાક દેશ અને ભારત ના બંધારણ વિશે સમજ આપી. ત્યારબાદ ખેલ મહાકુંભ તેમજ પ્રાંત ખેલકૂદ માં પ્રથમ અને દ્વિતીય આવેલ વિદ્યાર્થીઓ નું સન્માન કરવામાં આવ્યું. સંસ્કૃતિ જ્ઞાન વિભાગ દ્વારા યોજાયેલ નિબંધ સ્પર્ધા માં વિભાગ પ્રથમ આવેલ  વિદ્યાલય ના નિયામક શ્રી જયશ્રીદીદી નું સન્માન કરવામાં આવ્યું. ત્યારબાદ ભારત માતા ના પૂજન શા માટે તેમના વિશે સમજ મેળવી. ત્યારબાદ સૌ ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપકો, આચાર્યો વિદ્યાર્થીઓ તેમજ પૂર્વ છાત્રો,આચાર્યો અને વાલીઓ એ ભારતમાતા પૂજન કર્યું.

પૂર્વ આચાર્ય અને પૂર્વ છાત્ર સંમેલન

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર ૨૬ જાન્યુઆરી નિમિતે વિદ્યાલય માં પૂર્વ આચાર્ય અને પૂર્વ છાત્ર સંમેલન યોજાયું. જેમાં સૌપ્રથમ ધ્વજવંદન બાદ ટ્રસ્ટી,વ્યવસ્થાપકો અને હાલ ના આચાર્યો નો પરિચય તેમજ પૂર્વ આચાર્ય અને પૂર્વ છાત્ર નો પરિચય કરવામાં આવ્યો. ત્યારબાદ વિદ્યાર્થીઓ ના જૂના ફોટો અને વીડિયો જ્યારે અભ્યાસ કરતા  ત્યારના તેમજ પ્રવૃતિઓના બતાવવામાં આવી જેથી તેમને તેમની યાદ ની સ્મૃતિ થાય. તેમજ પૂર્વ છાત્રો અને પૂર્વ આચાર્યો એ વિદ્યાલય દર્શન કર્યા. અને ત્યારબાદ પૂર્વ આચાર્ય પોતાનો અનુભવ વર્ણવ્યો તેમજ પૂર્વ છાત્રો એ પોતાની વાત તેમજ અનુભવ કર્યો. ત્યારબાદ મુખ્ય વક્તા તરીકે માનનીય મહેશજી પતંગે એ માર્ગદર્શન આપ્યું. તેમને વિદ્યાર્થીઓ ને વિદ્યા ભારતી ની વિશેષતા અને હાલ ના સમય ના પૂર્વ છાત્ર નું રાષ્ટ્ર માટે કેવી રીતે યોગદાન આપી શકે તે વાત કરી. તેમના માર્ગદર્શન પછી વિદ્યાર્થીઓ ભોજન લીધું. અને અલગ અલગ ગટ માં પૂર્વ છાત્રો અને આચાર્યો સાથે વાતચીત આચાર્યો એ કરી. આ સંમેલન થી અનેક પૂર્વ છાત્ર અને આચાર્ય પરિચય થયો અને ઉત્સાહ પૂર્વક માહોલ રહ્યો. આ સંમેલન ના સંયોજક  પ્રાથમિક પ્રધાનાચાર્યા મયુરીદીદી હતા. તેમજ વિદ્યાલય ના પ્રમુખ ભાણજીભાઈ પાંભર મંત્રી શ્રી હર્ષદભાઈ પણસારા તેમજ વિદ્યાલય ટ્રસ્ટીઓ,વ્યવસ્થાપકો,આચાર્યો ઉપસ્થિત હતા.આ સંમેલન ની અંદર બહોળી સંખ્યા માં પૂર્વ છાત્ર અને આચાર્યો ઉપસ્થિતિ રહ્યા હતા. 

Thursday, January 18, 2024

શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ એ ઉદ્યોગ ની મુલાકાત લીધી. (બેગલેસ ડે)

શ્રી સરસ્વતી શીશુમંદિર વિભાપર વિદ્યાલય ના કક્ષા ૮,૯ ના વિદ્યાર્થીઓ એ જામનગર થી નજીક આવેલ ફલ્લા રોડ પર  આવેલ દોરા તેમજ સ્પિન ની વિશ્વ પ્રખ્યાત સ્પિંટેક્સ પ્રા. લિમિટેડ કંપની માં વિદ્યાર્થીઓ એ મુલાકાત લીધી હતી. આ તકે સૌ પ્રથમ વિદ્યાર્થીઓ વિવિધ વિભાગ ની મુલાકાત લીધી. તેમજ મશીનો વિશે જાણકારી મેળવી. ત્યાંના મેનેજિંગ ડિરેક્ટર સુરેશભાઈ કાછડીયા તેમજ લીનાબહેન કાછડીયા સાથે રહ્યા. તેમજ કંપની ના અધિકારીઓ અને કર્મચારી એ કંપની વિશે સરસ માર્ગદર્શન આપ્યું.  નવી શિક્ષણ નીતિ માં બેગ લેસ ડે નું મહત્વ છે. આ દિવસે વિદ્યાર્થીઓ ની રસપ્રદ માહિતી કંપની ની મળી વિદ્યાર્થીઓ એ કર્મચારી ને કંપની વિશે પ્રશ્નો પૂછ્યા. મુલાકાત બાદ કંપની દ્વારા વિદ્યાર્થીઓ ને અલ્પાહાર કરાવવામાં આવ્યો. આ તકે વિદ્યાલય ના પ્રમુખ ભાણજીભાઈ પાંભર વિદ્યાલય ના નિયામક જયશ્રી દીદી, માઘ્યમિક પ્રધાનાચાર્ય શ્રી વિપુલાબહેન વિરાણી તેમજ પ્રચાર પ્રમુખ હેમાંશુગુરુજી હતા. સાથે પૂર્વ છાત્ર અને ઉદ્યોગપતિ નિખિલભાઈ પાંભર ઉપસ્થિત હતા.

Thursday, January 11, 2024

સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ ની ઉજવણી.

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદીર વિભાપર દ્વારા આજ રોજ ૧૨ જાન્યુઆરી ના રોજ સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિતે વિદ્યાર્થીઓ,આચાર્યો,વ્યવસ્થાપકો, ટ્રસ્ટીશ્રી ઓ એ વિદ્યાલય માં આવેલ વિવેકાનંદજી  નું પૂજન કર્યું તેમજ વિભાપર ગામ માં આવેલ વિવેકાનંદજી ની પ્રતિમા ને વિદ્યાર્થીઓ દ્વારા ફૂલહાર,પૂજન કર્યું.
સાથે આ દિવસે વિવેકાનંદજી ના જીવન વિશે આચાર્ય એ સમજ આપી.

Monday, December 25, 2023

દ્વિતીય સંકુલ વર્ગ જામનગર

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ નો જામનગર સંકુલ આચાર્ય પ્રશિક્ષણ વર્ગ જામનગર શિશુમંદિર ખાતે યોજાયો.
જેમાં જામનગર,વિભાપર,ધ્રોલ, કાલાવડ, નીકાવા, લાલપુર સ્થાન ના આચાર્યો તેમજ પ્રધાનાચાર્યો હતા.
જેમાં સવારે આચાર્યો એ વંદના કરી જેમાં આપણી વિદ્યાલય ના મયુરીદીદી મંચસ્થ રહ્યા. જેમાં પૂર્વ શિક્ષક શ્રી ચાંદ્ર સાહેબ એ શિક્ષણ તેમજ આગામી રામ જન્મભૂમિ પુન: પ્રતિષ્ઠા અભિયાન વિશે વાત કરી.ત્યારબાદ બીજા સત્ર માં શિશુ વિભાગ માં વિવિધ ધોરણો માં  ગણિત કેવી રીતે લેવું તેમજ પ્રાથમિક માધ્યમિક ના આચાર્યો એ સરળ રીતે  ગણિત કેમ શિખડાવું ની સમજ લીધી.  શિશુ નું સત્ર આપણાં વિદ્યાલય ના રીનાદીદી એ લીધું. ત્યારબાદ બપોરે બેગલ્સ ડે વિશે ખૂબ સરસ માહિતી અને આયોજન વિશે આપણી વિદ્યાલય ના હેમાંશુ ગુરુજી એ લીધું. તેમજ શિશુ વિભાગ માં અભિનય ગીત નો અભ્યાસ કર્યો.
તેના પછી સત્ર માં શિશુ વિભાગ માં અભિનય સાથે વાર્તા આપણી વિદ્યાલય ના શિશુ ના આચાર્યો એ ખૂબ સારી રીતે કરી. પ્રાથમિક માં ભાષા સત્ર આપણી વિદ્યાલય ના મયુરીદીદી એ લીધું તેમજ વિજ્ઞાન વિષય નું સત્ર આશિષગુરુજી એ લીધું.
આ આચાર્ય વર્ગ માં આચાર્યો ને નવીન પ્રયોગ તેમજ અભ્યાસ કેમ સરળ બને તેમજ વિવિધ વિષયો જાણી શકે તે માટે કરવામાં આવ્યો. આ તકે પ્રાંત સહ મંત્રી તેમજ દ્વારકા વિભાગ મંત્રી નિકાવા પ્રધાનાચાર્ય નિલેશભાઈ વરસાણી ઉપસ્થિત હતા. આપણી વિદ્યાલય ના શિશુ વાટિકા ના માર્ગદર્શક પ્રાંત શિશુ વાટિકા પ્રમુખ તેમજ દ્વારકા વિભાગ સમન્યવક શ્રી રીનાબહેન દવે ની ઉપસ્થિતિ રહી હતી.

લાઇન્સ ક્લબ ઇસ્ટ દ્વારા વિદ્યાલય ના દરેક કક્ષ માટે ઘડિયાલ નું અનુદાન

આજ રોજ વિદ્યાલય પર લાઇન્સ ક્લબ ઇસ્ટ ના  પ્રમુખ રમેશભાઈ પટેલ લાઇન્સ ક્લબ ના મેમ્બર ગોવિંદભાઈ ભાટુ,નીરવભાઈ વાડોદરિયા,ભરતભાઈ વાદી,રાજેશભાઈ બોરસ...