દેશભર માં સૌપ્રથમ વખત અમદાવાદમાં ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા તાલિમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ માં તાલીમાર્થીઓને રાષ્ટ્ર ભાવના સાથે વોટર રાફટલિંગથી લઇ દરિયા અને નદીમાં લોકોને કેવી રીતે બચાવવા તે અંગે તાલીમ આપવામાં આવી.
Monday, November 28, 2022
આપણી વિદ્યાલય ના સરોજ દીદી એ રાષ્ટ્રીય કક્ષા ની ભારત સ્કાઉટ સી વિંગ અમદાવાદ ખાતે ટ્રેનીંગ લીધી...
આપણા દેશમાં સૌપ્રથમ વખત અમદાવાદ ખાતે સી સ્કાઉટ તાલિમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું..
Tuesday, November 22, 2022
વિદ્યાભારતી ગુજરાત પ્રાંત અધ્યક્ષ માનનીય શ્રી નીતિનભાઈ નો વિદ્યાલય પર પ્રવાસ ...
દિનાંક:- ૨૨/૧૧/૨૦૨૨ ને મંગળવારે આપણી વિદ્યાલય પર હાલ ગુજરાત વિધાનસભા ની ચુંટણી સંદર્ભે વિદ્યાલય પર
વિદ્યાભારતી ગુજરાત પ્રાંત ના અધ્યક્ષ તથા સૌરાષ્ટ્ર યુનવર્સિટી પૂર્વ કુલપતિ પાટણ વિદ્યાલય ના ટ્રસ્ટી તેમજ વિરમગામ કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી નીતિનભાઈ પેથાણી , વિદ્યા ભારતી ગુજરાત પ્રાંત ના ઉપાધ્યક્ષ શ્રી ધર્મેશભાઈ પંડ્યા, ગુજરાત પ્રાંત ના સહ મંત્રી શ્રી નીલેશભાઈ વરસાણી નો વિદ્યાલય પર મતદાન જાગૃતિ સંદર્ભે બેઠક રહી જેમાં નીતિનભાઈ એ હાલ માં મતદાન વધુ ને વધુ થાય યુવાઓ સાચી દિશા માં મતદાન કરે તેમજ રાષ્ટ્રવાદી સરકાર આવવાથી નવી શિક્ષણ નીતિ અને રાષ્ટ્રવાદી અભ્યાસ અમલ માં આવે તે સંદર્ભે બેઠક કરી આ બેઠક માં વિદ્યાલય ના પ્રમુખ શ્રી ભાણજીભાઈ પાંભર,મંત્રી શ્રી હર્ષદભાઈ પણસારા તેમજ વિદ્યાલય ના ટ્રસ્ટી,વ્યવસ્થાપકો, વાલી મંડળ ના વાલીઓ,આચર્યો જોડાયા હતા...
જી. ડી શાહ હાઇસ્કુલ ના શારીરિક શિક્ષક ની મુલાકાત
આપણી વિદ્યાલય પર શ્રી અરવિંદ ભાઈ આંબલીયા સાહેબ એ વિદ્યાલય ની મુલાકાત લીધી તેમને વિદ્યાલય પર ઘોષ નું માર્ગદર્શન આપ્યું હતું તેમનું
Friday, November 18, 2022
સજુબા સ્કૂલ ના પૂર્વ શિક્ષક સંઘ ના કાર્યકર્તા હસમુખભાઈ કુંભારાણા ના જન્મદિવસ ની ઉજવણી
સજૂબા સ્કૂલ ના પૂર્વ શિક્ષક તેમજ સંઘ ના કાર્યકર્તા હસમુખભાઈ કુંભારાણા તેમનું આપણી વિદ્યાલય માં ઘોષ (બેન્ડ) નું માર્ગદર્શન મળતું રહે છે તેમજ ખેલ મહાકુંભ ખેલ કુદ માં પણ તેઓ કોચ તરીકે સેવા આપે છે. તેમનો જન્મદિવસ હોવાથી તેમના જન્મદિવસ ની ઉજવણી વિદ્યાલય પર થઈ જેમાં તેમને ભારત માતા ની આરતી કરી તથા તેમનું જન્મદિવસ ગીત ઘોષ (બેન્ડ) સાથે વિદ્યાર્થીઓ એ અને મનીષ ગુરુજી એ રજૂ કર્યું....
Sunday, November 6, 2022
કેવો રહ્યો વિદ્યાર્થીઓનો શિબિર નો અંતિમ દિવસ ?
કક્ષા 10 ની શિબિર ના અંતિમ દિવસ માં
પ્રથમ સવારે હેમાંશુ ગુરુજી એ વિદ્યાર્થી ને સ્ફૂર્તિ યોગ કર્યા ત્યાર બાદ અંગ્રેજી નું પેપર લેખન નું માર્ગદર્શન વિપુલા દીદી એ કરાવ્યું, અને અંગ્રેજી નું પેપર લેખન વિદ્યાર્થીઓ એ કર્યું ત્યારબાદ આપણી વિદ્યાલય ના નિયામક શ્રી જયશ્રી દીદી એ આગામી સમય માં વ્યવસ્થિત દિનચર્યા વિશે માહિતી આપી. અને વિદ્યાર્થીઓ એ પોતાના અનુભવ ખૂબ સારી રીતે કહ્યા, વિદ્યાર્થીઓ ભાવુક પણ થયા.જિજ્ઞાસા દીદી એ મન ની અથાગ શક્તિઓ વિશે માર્ગદ્શન આપ્યું બપોરે ભોજન બાદ ગણિત પેપર લેખન કરી ડો.મિત્તલબહેન પટેલ એ સમાપન કર્યું....
આમ કક્ષા 10 ની શિબિર ખૂબ સારી રહી....
કક્ષા 10 ના વિદ્યાર્થીઓ નો અભ્યાસ સાથે પ્રકૃતિ અને આધ્યાત્મિકતા નો પરિચય....
કક્ષા 10 ની શિબિર ના છઠ્ઠા દિવસે વિદ્યાર્થીઓ સવારે વહેલા ઉઠી દંડ યોગ કર્યા જેનાથી તેમના માં સ્ફૂર્તિ આવે..
ત્યાર બાદ ગુજરાતી નું પેપર લેખન કર્યું અને મહાવીરસિંહ જાડેજા સાહેબ એ વિદ્યુત નું પ્રેકટીકલ કરાવ્યું જેમાં તેમને ઇલેટ્રીક માં સ્વીચ,પંખા વિશે માહિતી અને પ્રેકટીકલ વિદ્યાર્થીઓ એ કર્યું, આપણી વિદ્યાલય ના ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ભાણજીભાઈ એ વર્ગ ની મુલાકાત અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને માર્ગદ્શન આપ્યું તેમને વિદ્યાર્થી ને સંકલ્પ શક્તિ અને વિવેકાનંદજી ના અનેક ઉદારહણ આપ્યા અને પ્રોત્સાહન આપ્યું.
અને ત્યારબાદ વિદ્યાર્થીઓ વિદ્યાલય ની નજીક આવેલ નાળિયેરની વાડી એ વિદ્યાર્થીઓ પ્રકૃતિ ના સાનિધ્યમાં રમ્યા,પ્રકૃતિ પરિચય કર્યો.
ત્યારબાદ વિદ્યાર્થીઓ વિભાપર માં આવેલ સર્વેસર મહાદેવ ની આરતી નો લાભ લીધો અને મંદિરે આવેલ મૂર્તિઓ અને ચિત્રો અને તેના ઇતિહાસ ની સમજ હેમાંશુ ગુરુજીએ આપી..
Saturday, November 5, 2022
કક્ષા 10 ની શિબિર માં વિદ્યાર્થીઓ શું નવું શીખ્યા?
કક્ષા 10 ની શિબિર નો પાંચમો દિવસ....
સવારે સ્ફૂર્તિ યોગ પછી અંગ્રેજી નું પેપર સોલ્યુશન વિપૂલા દીદી એ કરાવ્યું,સંસ્કૃતના પેપર લેખન બાદ હેમાંશુ ગુરુજી એ સામાજિક વિજ્ઞાન માં કેવી રીતે પેપર લખવું તેમજ બોર્ડ ના પેપર આધારિત સોલ્યુશન કર્યું,જિજ્ઞાસા બહેન એ મન ની અપાર શક્તિઓ વિશે સમજ આપી બપોરે મહાવીરસિંહ જાડેજા (સરકાર ના ઇલેટ્રિક ટ્રેઈનર શિક્ષક) એ વિદ્યાર્થીઓ ને ઈલેટ્રિક સાધનો વિશે સમજ અને વિદ્યાર્થીઓ એ જાતે પ્રેકટીકલ કર્યું જે વિદ્યાર્થીઓ ને ખુબ રસપ્રદ રહ્યું. સાંજે સંસ્કૃત પેપર લેખન કર્યું. આમ કક્ષા 10 ના શિબિર નો 5 મો દિવસ વિદ્યાર્થીઓ નો ઉત્સાહ પૂર્વક રહ્યો..
Friday, November 4, 2022
કેવો રહ્યો કક્ષા 10 ના શિબિર નો ચોથો દિવસ?
કક્ષા 10 ના શિબિર નો ચોથા દિવસે ...
સવારે વિદ્યાર્થીઓએ દંડ પ્રહાર કર્યા,ત્યાર બાદ અંગ્રેજી વિષય નું પેપર સોલ્યુશન વિપુલા દિદિ એ કરાવ્યું, આપણા વિદ્યાલય ના ટ્રસ્ટી ચંદ્રકાંતભાઈ સંઘાણી એ વાતાવરણ આધારિત જીવન અને આહાર વિશે માહિતી આપી, પી.એચ સોઢા સાહેબ એ ગણિત વિષય ના પ્રમેય ને ખુબ હળવી અને સરળ રીતે વિદ્યાર્થીઓ ને સમજ આપી,સામાજિક વિજ્ઞાન નું પેપર સોલ્યુશન હેમાંશુ ગુરુજી એ કરાવ્યું, બપોરે ગણિત વિષય નું પેપર સોલ્યુશન હિરેન ગુરુજી એ કરાવ્યું ત્યાર બાદ શાખા માં વિવિધ રમતો રમી સાંજે ગણિત નું પેપર લેખન કર્યું સાંજે સંસ્કૃત પેપર સોલ્યુશન અને રાત્રી સત્ર માં શેરડી સાથે કેમ્પ ફાયર માં રમતો,રાષ્ટ્ર ગીત,રાસ રમ્યા....
Wednesday, November 2, 2022
કક્ષા 10 ની શિબિર નો બીજો દિવસ
આજે કક્ષા 10 ની શિબિર નો બીજો દિવસ
જેમાં સવારે વિદ્યાર્થીઓ ૫:૦૦ વાગ્યે ઉત્થાન કરી સવારે સ્ફૂર્તિ યોગ કર્યા.. ત્યાર બાદ વિજ્ઞાન વિષય નું વાંચન,ત્રિકોણ મિતી વિશે આશિષ ગુરુજી એ તાસ લીધો, જામનગર ના પ્રખ્યાત સરકારી પરીક્ષા ના ટ્રેનર જયેશભાઈ વાઘેલા એ વિદ્યાર્થીઓને ગણિત વિષય માં રુચિ વધારવા અને તમામ વિષયો ની માહિતી ખૂબ સારી રીતે આપી, જિજ્ઞાસાબહેન પટેલ દ્વારા યાદ રાખવા માટેની યોગિક પ્રક્રિયા સમજાવી અને બપોરે ગણિત નું પેપર સોલ્યુશન કર્યું,શાખા લગાડી પ્રાથના કર્યા બાદ ગણિત નું પેપર લેખન વિશેષ માં પૂર્વ છાત્રો દ્વારા ગણિત વિષય તેમને શીખવ્યો,
Subscribe to:
Posts (Atom)
શિશુમંદિર વિભાપર વિદ્યાલય કક્ષા ૬ થી ૧૦ નો યાદગાર કચ્છ પ્રવાસ..
વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર નો ૨ દિવસીય કચ્છ નો પ્રવાસ યોજાયો જેમાં સૌ પ્રથમ કબરાઉ ત્યાંથી ભુજ માં આવેલ પ્રખ્યાત કચ્છ મ...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર પ્રથમ વાલી સંમેલન યોજાઈ ગયું. આ વાલી સંમેલન બે ભાગ માં યોજાયું જે...
-
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય નો શિશુ વાટિકા વિભાગ નો વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવ્યો. આ દિવસે વિશેષ સરસ્વતી માતા નું પૂજન કરવામાં ...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર ગુજરાત પોલીસ ના બેડી મરીન પોલીસ સ્ટેશન દ્વારા વિદ્યાલય પર ભારતીય ...