સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Sunday, September 28, 2025

ક્ષેત્રીય ખેલકૂદ માં વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ ની ભવ્ય સફળતા

આજ રોજ નાગપુર મુકામે યોજાયેલ વિદ્યાભારતી ના ક્ષેત્ર ના ખેલકૂદ માં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ જેમાં 
મીરાબહેન સંઘાણી નો ગોળાફેંક બાલ વિભાગ બહેનો માં પ્રથમ
સત્વભાઈ અગોલા નો ઊંચીકૂદ બાલ ભાઈઓ માં પ્રથમ
જયભાઈ પરમાર નો ઊંચીકૂદ કિશોર વિભાગ માં પ્રથમ ક્રમાંક મેળવી સારી સિદ્ધિ હાંસલ કરી
વિદ્યાલય ના ખેલકૂદ માર્ગદર્શક આચાર્ય સરોજબા હતા
તમામ વિદ્યાર્થીઓ ને વિદ્યાલય પરિવાર તરફથી અનેક શુભકામનાઓ 
તેઓ આગામી અખિલ ભારતીય ખેલકૂદ માં રમવા માટે જશે.

Saturday, September 6, 2025

પ્રાંતીય વૈદિક ગણિત પ્રશ્નમંચ શિશુ વિભાગમાં તૃતીય સ્થાન

આજ રોજ વિદ્યા ભારતી નો ગુજરાત પ્રાંત ના વૈદિક ગણિત પ્રશ્નમંચ હારીજ (પાટણ) મુકામે યોજાયો જેમાં સમગ્ર પ્રાંત માં પ્રથમ વખત શિશુ વિભાગ નો પણ પ્રાંત કક્ષા નો વૈદિક ગણિત પ્રશ્નમંચ યોજાયો જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના શિશુ વિભાગ વિદ્યાર્થીઓ નો સમગ્ર પ્રાંત માં તૃતીય ક્રમાંક પ્રાપ્ત થયો.

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ વિદ્યા ભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન.

🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ   ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો  જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...