સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
Sunday, March 10, 2024
શિશુમંદિર વિભાપર માં યોજયો બાળ આરોગ્ય સેમિનાર
આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં ઇન્ડિયન પીડિયાટ્રીકસ એસોસિયેશન દ્વારા બાળકો ના સ્વાસ્થય અને હાલ માં થતાં બાળરોગ અને તેનાથી બચવા ના ઉપાયો વિવિધ આહાર વિશે તેમજ બાળકો ને ખુબ સારી રીતે વિવિધ વિટામિન,પ્રોટીન વાળા સંતુલિત ખોરાક, દરરોજ કસરત કરવી અન્ય અનેક વિષયો વિશે સમજ આપી. તેમજ પર્યાવરણ ની જાણવણી અને તેને બચવવા માં બાળકો ની ભૂમિકા વિશે માર્ગદર્શન આપ્યું.
કક્ષા ૭ થી ૯ ના વિદ્યાર્થીઓ નો શારીરિક વર્ગ
ગઈકાલે આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના કક્ષા ૭ થી ૯ ના વિદ્યાર્થીઓનો શારીરિક વર્ગ યોજાયો જેમાં સૌ પ્રથમ શાખા લગાવવી જેમાં સમતા,નીયુદ્ધ (કરાટે) રમતો અને આચાર પદ્ધતિ નો અભ્યાસ કર્યો ત્યારબાદ પ્રાથના અભ્યાસ, ગીત અભ્યાસ ત્યારબાદ સંઘ ના જામનગર નગર ના બાલ પ્રમુખ વિવેકભાઈ નકુમ એ સંઘ કાર્ય ની વિશે માહિતી આપી. ત્યારબાદ વિદ્યાર્થીઓ એ રામધૂન, હનુમાન ચાલીસા તેમજ રાસ રમ્યા અને રાત્રે પોતે સાથે લાવેલ ટિફિન સૌ વિદ્યાર્થીઓ એ સામૂહિક ભોજન મંત્ર બાદ ભોજન લીધું. ત્યારબાદ વિદ્યાર્થીઓ ખો - ખો , કબ્બડી અને નારગોલ જેવી રમતો રમ્યા પછી રાત્રે કેમ્પ ફાયર સાથે બટેટા ની મોજ માણી અને વાર્તા કથન થઈ.
Tuesday, March 5, 2024
સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત તાલુકા કક્ષા ની સ્પર્ધા માં વિદ્યાલય નું ઉત્કૃષ્ઠ પરિણામ.
આજ રોજ મોટી બાણુગાર ખાતે જામનગર ગ્રામ્ય કક્ષા સાંસદ ખેલ મહોત્સવ યોજાયો. જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. જેમાં વિદ્યાર્થીઓ એ શ્રેષ્ઠ દેખાવ કર્યો.
જેમાં
પ્રાથમિક વિભાગ માં
1. ધ્રુવીબહેન દોમડીયા 100 મીટર દોડ માં પ્રથમ
2. મીરાબહેન સાંઘાણી ગોળા ફેંક માં પ્રથમ
3. તૃષાબહેન ચુડાસમા લાંબીકુદ માં પ્રથમ
4. દિવ્યાબહેન ગોહિલ 200 મીટર દોડ માં પ્રથમ
5. જયભાઈ પરમાર ગોળાફેંક માં પ્રથમ
6. દક્ષરાજસિંહ જાડેજા લાંબીકૂદ માં પ્રથમ
7.આદિત્યભાઈ ચાવડા 100 મીટર દોડ માં પ્રથમ
8. ઉદયભાઈ ખાણધર 200 મીટર દોડ માં દ્વિતીય
માધ્યમિક વિભાગ માં
1.શ્રુતિબહેન ચુડાસમા ગોળાફેંક માં પ્રથમ
2. ખુશીબહેન ભંડેરી 200 મીટર દોડ દ્વિતીય
3.જેનિલભાઈ શેલડીયા લાંબીકૂદ માં દ્વિતીય
4.તૃપાંશીબહેન ધંધુકિયા 100 મીટર દોડ માં તૃતીય
બધા વિદ્યાર્થીઓ ને વિદ્યાલય પરિવાર તરફથી અનેક શુભકામનાઓ.
વિદ્યાર્થીઓ આગળ લોકસભા કક્ષા એ સિદસર મુકામે ભાગ લેવા જશે. જેમાં જામનગર ગ્રામ્ય નું પ્રતિનિધિત્વ કરશે.
Thursday, February 29, 2024
કક્ષા ૧૦ ની પ્રાયોગિક પરીક્ષા
આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના કક્ષા ૧૦ ના વિદ્યાર્થીઓ ની શારીરિક શિક્ષણ ની પ્રાયોગિક પરીક્ષા યોજાઇ હતી.જેમાં સૂર્ય નમસ્કાર, દોડ,ઊંચી કુદ,ચક્ર ફેંક,કબ્બડી,ધ્યાન તેમજ આસન અને પ્રાણાયામ કર્યા.
Subscribe to:
Posts (Atom)
લાઇન્સ ક્લબ ઇસ્ટ દ્વારા વિદ્યાલય ના દરેક કક્ષ માટે ઘડિયાલ નું અનુદાન
આજ રોજ વિદ્યાલય પર લાઇન્સ ક્લબ ઇસ્ટ ના પ્રમુખ રમેશભાઈ પટેલ લાઇન્સ ક્લબ ના મેમ્બર ગોવિંદભાઈ ભાટુ,નીરવભાઈ વાડોદરિયા,ભરતભાઈ વાદી,રાજેશભાઈ બોરસ...
-
આજ રોજ વિશ્વ યોગ દિવસ નિમિતે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી...
-
તારીખ 24/12/25 થી તારીખ 25/12/25 ના રોજ વિદ્યા ભારતી નો કચ્છ બિદડા સ્થાન પર પ્રાંતિય (રાજ્ય) કક્ષા ખેલકૂદ સમારોહ યોજાયેલ જેમાં શ્રી સરસ્વતી ...
-
આજ રોજ નાગપુર મુકામે યોજાયેલ વિદ્યાભારતી ના ક્ષેત્ર ના ખેલકૂદ માં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ જેમાં ...