સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Tuesday, November 25, 2025

શિશુમંદિર વિભાપર નો વિદ્યારંભ સંસ્કાર

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય નો શિશુ વાટિકા વિભાગ નો વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવ્યો. આ દિવસે વિશેષ સરસ્વતી માતા નું પૂજન કરવામાં આવે છે. તેમજ નાના બાળકો નો વાંચન અભ્યાસ શરૂ કરવામાં આવે છે.
આપણી સંસ્કૃતિ માં ૧૬ સંસ્કાર નું મહત્વ છે. જેમાં શિશુવાટિકા ના બાળકો નો દર વર્ષે વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવે છે.આ તકે વિદ્યાલય ના શિશુ એટલે કે નાના બાળકો નો સંસ્કાર કરવામાં આવ્યો. જેમાં સૌ પ્રથમ બાળકો એ આપણા વેદો ની શોભાયાત્રા વિભાપર ના રામમંદિર સુધી કાઢવામાં આવી ત્યારબાદ વેદો નું પૂજન, યજ્ઞ, સરસ્વતી વંદના કરી સંસ્કાર કરવામાં આવ્યા. આ સંસ્કાર માં ૬૯ બાળકો અને તેના વાલી તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ 
આ તકે વિદ્યાલય ના પ્રમુખ ભાણજીભાઈ પાંભર વિદ્યાલય ના ટ્રસ્ટીઓ,વ્યવસ્થાપકો વિદ્યાલય ના નિયામક તેમજ આચાર્યો સહભાગી રહ્યા હતા.


















Sunday, September 28, 2025

ક્ષેત્રીય ખેલકૂદ માં વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ ની ભવ્ય સફળતા

આજ રોજ નાગપુર મુકામે યોજાયેલ વિદ્યાભારતી ના ક્ષેત્ર ના ખેલકૂદ માં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ જેમાં 
મીરાબહેન સંઘાણી નો ગોળાફેંક બાલ વિભાગ બહેનો માં પ્રથમ
સત્વભાઈ અગોલા નો ઊંચીકૂદ બાલ ભાઈઓ માં પ્રથમ
જયભાઈ પરમાર નો ઊંચીકૂદ કિશોર વિભાગ માં પ્રથમ ક્રમાંક મેળવી સારી સિદ્ધિ હાંસલ કરી
વિદ્યાલય ના ખેલકૂદ માર્ગદર્શક આચાર્ય સરોજબા હતા
તમામ વિદ્યાર્થીઓ ને વિદ્યાલય પરિવાર તરફથી અનેક શુભકામનાઓ 
તેઓ આગામી અખિલ ભારતીય ખેલકૂદ માં રમવા માટે જશે.

Saturday, September 6, 2025

પ્રાંતીય વૈદિક ગણિત પ્રશ્નમંચ શિશુ વિભાગમાં તૃતીય સ્થાન

આજ રોજ વિદ્યા ભારતી નો ગુજરાત પ્રાંત ના વૈદિક ગણિત પ્રશ્નમંચ હારીજ (પાટણ) મુકામે યોજાયો જેમાં સમગ્ર પ્રાંત માં પ્રથમ વખત શિશુ વિભાગ નો પણ પ્રાંત કક્ષા નો વૈદિક ગણિત પ્રશ્નમંચ યોજાયો જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના શિશુ વિભાગ વિદ્યાર્થીઓ નો સમગ્ર પ્રાંત માં તૃતીય ક્રમાંક પ્રાપ્ત થયો.

Saturday, August 30, 2025

બાલિકા શિક્ષણ પ્રવુતિ

બાલિકા શિક્ષણ 
દિનાંક :28 /6 /25 
વાર:શનિવાર
➡️રૂપરેખા
બ્રહ્મનાદ
 ગીત -નારી તુ મહાન હૈ...
બૌદ્ધિક
        
આજનું બાલિકા શિક્ષણ બપોરે ચાર કલાકથી રાખવામાં આવેલ. જેમાં બ્રહ્મનાદ કરાવી" નારી તુ મહાન હૈ" ગીત નો ઓડિયો રજૂ કરવામાં આવેલ. ત્યારબાદ "વર્ષા ઋતુમાં કેવો આહાર અને વિહાર હોવો જોઈએ" પીપીટી દ્વારા વિડીયો દર્શન કરાવેલ.
    આ બાલિકા શિક્ષણમાં હીનાબેન પરમાર અને રંજનબેન નકુમ તેમજ ધોરણ 5 થી 9ના 91 બહેનો ઉપસ્થિત રહેલા.

બાલિકા શિક્ષણ અંતર્ગત માં સમિતિ ની બહેનો દ્વારા પ્રશિક્ષણ

બાલિકા શિક્ષણ 
દિનાંક:14 /6 /25
વાર :શનિવાર
રૂપરેખા 
બ્રહ્મનાદ 
ગીત -ભારત મે નારી કી ગરિમા....
પ્રસ્તાવના
સ્કાઉટ ની માહિતી
બાલિકા શિક્ષણ ની માહિતી
દીપ પ્રાગટ્ય
અતિથિ સન્માન
પ્રાયોગિક: સમિતિ શાખા લગાવવી, દંડ દાવ', નિયુદ્ધ, રમતો.
   
       આજ રોજ બપોરે 2 કલાકથી બાલિકા શિક્ષણમાં બ્રહ્મનાદ કરી "ભારત મે નારી કી ગરિમા"... ગીત હીનાબેન પરમાર દ્વારા લેવામા આવ્યું. ત્યારબાદ સ્કાઉટ ની માહિતી સરોજબા જાડેજા એ આપેલી તેમ જ બાલિકા શિક્ષણ ની માહિતી હીનાબેન પરમાર એ આપેલી.
   રાષ્ટ્રીય સ્વયંસેવક સમિતિના છ બહેનો અતિથિ તરીકે પધારેલા જેમનું સન્માન કરવામાં આવ્યું. જેમણે સમિતિ શાખા લગાવવી, દંડ દાવ , નિ યુદ્ધ અને ગટસ:રમતો રમાડેલી. જેમાં કક્ષા 5 થી 9 ના 98 બહેનો ઉપસ્થિત હતા તેમજ સરોજબા જાડેજા હીનાબેન પરમાર ,રીનાબેન ધારવીયા, આશાબેન કણજારીયા ઉપસ્થિત હતા.

શિશુમંદિર વિભાપર માં શિશુવાટિકા નું દ્રિતીય વાલી સોપાન

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન આજે શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર વિદ્યાલયમાં શિશુવાટિકાનું દ્વિતીય વાલી સોપાન થયું તેમાં મંચસ્થ અધિકારી શ્રી ડોક્ટર રાકેશભાઈ ચાંગાણી અને વિદ્યાલય ના નિયામક શ્રી જયશ્રીબેન જાડેજા રહ્યા હતા તેમજ તેમના હસ્તક દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું અને મા સરસ્વતીની વંદના કરી.વિષય બાળકોનો આહાર રહ્યો આહાર વિશે રાકેશભાઈ ખુબ સરસ માહિતી આપી. બાળકના એક થી પાંચ વર્ષમાં અન્નમય કોષ નો વિકાસ થાય છે એના માટે કયો ખોરાક લેવો એના વિશે ખૂબ સરસ માહિતી આપી. ખાસ ટીવી અથવા મોબાઇલ જોતા જોતા ભોજન ન લેવું ભોજન નો સંપૂર્ણ આનંદ લેવો તેવી વાલીઓ ને ખાસ અપીલ કરી . આ સોપાન માં શિશુ વાટિકા ના વાલીઓ,આચાર્યો તેમજ શિશુ વિભાગ ના પ્રધાનઆચાર્ય શ્રી દમયંતીબહેન અમરેલીયા જોડાયા હતા.

બાલિકા શિક્ષણ અંતર્ગત બૌધિક માર્ગદર્શન

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં આજે  સવારે 8:00 કલાકે બાલિકા શિક્ષણ લેવામાં આવેલ જેમાં નારી તુ મહાન હૈ ગીત ઓડિયો દ્વારા શ્રવણ કરવામાં આવેલ. ત્યારબાદ માનનીય શ્રી જયશ્રીબા જાડેજા નો નારી તુ મહાન હૈ વિષય પર માર્ગદર્શન રહ્યું જેમાં ભારતીય નારીઓના કેવા ગુણો હોય, વેશભૂષા કેવી હોય, તેમજ આદર્શ નારીમાં કેવું તેજ હોય જેનું માર્ગદર્શન રહ્યું.
       આ બાલિકા શિક્ષણમાં આચાર્ય હીનાબેન પરમાર તેમજ રંજનબેન નકુમ તથા કક્ષા 5થી 9ના કુલ 90બહેનો ઉપસ્થિત હતા. 

લાઇન્સ ક્લબ ઇસ્ટ દ્વારા વિદ્યાલય ના દરેક કક્ષ માટે ઘડિયાલ નું અનુદાન

આજ રોજ વિદ્યાલય પર લાઇન્સ ક્લબ ઇસ્ટ ના  પ્રમુખ રમેશભાઈ પટેલ લાઇન્સ ક્લબ ના મેમ્બર ગોવિંદભાઈ ભાટુ,નીરવભાઈ વાડોદરિયા,ભરતભાઈ વાદી,રાજેશભાઈ બોરસ...