સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Sunday, February 1, 2026

શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના કક્ષા ૯ વિદ્યાર્થીઓ નું જામનગર માં હેરિટેજ વોક.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના કક્ષા ૯ ના વિદ્યાર્થીઓ જામનગર શહેર માં હેરિટેજ વોક કર્યું.
જેમાં કક્ષા ૯ ના વિદ્યાર્થીઓ સવારે લાલવાડી ખાતે જામનગર ના પ્રખ્યાત અન્નપૂર્ણા મંદિર ખાતે દર્શન કર્યા તેમજ તેના મંદિર ના મહંત સંત શ્રી મુંડિયાસ્વામી અને અન્નપુર્ણા મંદિર વિશે માહિતી આપી તેમજ દરવર્ષ યોજાતા ભંડારા વિશે વિદ્યાર્થીઓ ને માહિતગાર કર્યા.
ત્યાંથી આગળ વિદ્યાર્થીઓ જામનગર ના વિશ્વ પ્રખ્યાત વર્લ્ડ રેકોર્ડ ૬૫ વર્ષ કે તેથી અખંડ રામધૂન ચાલતી એવા બાલા હનુમાન મંદિર એ વિદ્યાર્થીઓ દર્શન નો લાભ લીધો મંદિર ની માહિતી લીધી,સાથે વિદ્યાર્થીઓ રામધૂન નો લાભ લીધો અને આનંદ કર્યો. 
આગળ ચાલતા ચાલતા જામનગર છોટી કાશી તરીકે ઓળખાય છે. જામનગર માં અનેક શિવમંદિર આવેલા છે. જેમાં વિધાર્થીઓ એ એક હજાર શિવલિંગ મંદિર,હાટકેશ્વર,વૈદ્યનાથ મંદિર,પુરુષોત્તમ મંદિર ની મુલાકાત લીધી. તેમજ જામનગર ના પ્રખ્યાત જૈન દેરાસરો માં વિદ્યાર્થીઓ એ દર્શન કર્યા.
આગળ ચાલતાં ચાલતાં જામનગર ના પ્રખ્યાત લાખોટા તળાવ ના મહેલ, મ્યુઝિયમ અને ફિઝિકલ ફિટનેસ પાર્ક અને નેચરલ પાર્ક ની મુલાકાત લીધી અને આનંદ માણ્યો.
 આ મુલાકાત વિદ્યાર્થીઓ માટે ખૂબ રસપ્રદ રહી તમામ સ્થાનિક લોકો એ તે જગ્યા નો ઇતિહાસ વિદ્યાર્થીઓને જણાવ્યો. 
જામનગર ની બજારો ની માહિતી લીધી જેમકે ચાંદી બઝાર, સંઘાડીયા બઝાર,કાપડ બઝાર,કંસારા બઝાર જેવા બઝાર ની મુલાકાત લીધી અને તેના વ્યવસાય ની માહિતી મેળવી.
જામનગર ની સ્થાપના વખત ની ખાંભી નું વિદ્યાર્થી દ્વારા પૂજન કરવામાં આવ્યું
આ પ્રાયોગિક જ્ઞાન થી વિદ્યાર્થીઓ માં ઇતિહાસ અને સામાજિક વિજ્ઞાન વિશે પ્રાયોગિક અને જીવન માં આ યાત્રા યાદગાર રહેશે. આ હેરિટેજ વોક નું આયોજન માધ્યમિક વિદ્યાલય ના પ્રધાનઆચાર્ય હેમાંશુગુરૂજી કર્યું હતું સાથે આશિષગુરુજી હતા. આ સંપૂર્ણ હેરિટેજ વોક નું માર્ગદર્શન વિદ્યાલય ના નિયામક જયશ્રીદીદી એ આપ્યું હતું.

Monday, January 26, 2026

શ્રી સરસ્વતી શિશુમંદિર વિદ્યાલય માં પ્રજાસતાક દિવસ ની ઉજવણી.

 આજ રોજ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં  પ્રજાસત્તાક દિન નિમિતે ધ્વજ વંદન યોજાયું  તેમજ દેશ ભક્તિ યુકત સાંસ્ક્રુતિક કાર્યક્રમ થયો સૌ પ્રથમ  ધ્વજવંદન દિપ પ્રાગટ્ય,વંદના,અતિથિ સ્વાગત પરિચય, ખેલકૂદ માં પ્રાંત કક્ષા એ વિજેતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું ત્યારબાદ તમામ કક્ષ ની કૃતિઓ રજૂ થઈ આ ધવ્જવંદન કાર્યક્રમ ના મુખ્ય અતિથિ શ્રી અશ્વિનભાઈ કિશનચંદ ગજરા (અશ્વિની મેટલ્સ પ્રા. લિમિટેડ) શ્રી સંજીવભાઈ બુદ્ધ (ચાર્ટડ એકાઉન્ટટ) હતા આ કાર્યક્રમ માં વિદ્યાલય ના પ્રમુખ ભાણજીભાઈ પાંભર વિદ્યાલય ના ટ્રસ્ટીઓ,વ્યવસ્થાપક આચાર્યો,પૂર્વ છાત્રો,આચાર્યો,વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા. કાર્યક્રમ બાદ સૌ એ  ભારત માતા નું પૂજન કર્યું. 



Thursday, January 22, 2026

શિશુમંદિર વિભાપર ખાતે ટ્રાફિક અવરેનેશ કાર્યક્રમ નું આયોજન

આજ રોજ રાષ્ટ્રીય રોડ સલામતી મહિના અંતર્ગત ટ્રાફિક એજ્યુકેશન સોસાયટી રોડ સેફ્ટી ઓથોરિટી અને જામનગર ટ્રાફિક પોલીસ દ્વારા આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ખાતે ટ્રાફિક અવરેનેશ કાર્યક્રમ યોજાયો જેમાં સૌ પ્રથમ સ્વાગત,પરિચય જેમાં ટ્રાફિક અવરેનેશ પ્રોગ્રામ કો ઓર્ડીનેટરન વનરાજભાઈ વેગડ જામનગર ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ શ્રી મહેન્દ્રસિંહ જાડેજા એ ટ્રાફિક અવરેનેશ વિશે ખૂબ સારી માહિતી આપી તેમજ વિદ્યાર્થીઓ ને સંકલ્પ હેમાંશુગુરુજી એ રોડ સેફ્ટી માટે ના સંકલ્પો લેવડાવ્યા. તેમજ બંને ઉપસ્થિત અધિકારી એ વસંત પંચમી નિમિતે સરસ્વતી માતા નું પૂજન કર્યુ તેઓ વિદ્યાલય ના કાર્ય થી ખૂબ પ્રભાવિત થયા.

Thursday, January 1, 2026

પ્રાંતિય ખેલકુદ માં વિભાપર શિશુમંદિર નું શ્રેષ્ઠ પરિણામ

તારીખ 24/12/25 થી તારીખ 25/12/25 ના રોજ વિદ્યા ભારતી નો કચ્છ બિદડા સ્થાન પર પ્રાંતિય (રાજ્ય) કક્ષા ખેલકૂદ સમારોહ યોજાયેલ જેમાં શ્રી સરસ્વતી શિશુ મંદિરના  વિભાપરના વિદ્યાર્થીઓ એ ભાગ લીધેલ અને દરેક વિદ્યાર્થીએ નંબર મેળવેલ છે જેમાં
૧. ધ્રુવી સંજયભાઈ દોમડીયા -1500 મીટર દોડ દ્વિતીય 
૨. મીરા સુનિલભાઈ સંઘાણી -ચક્ર ફેક/ગોળાફે દ્વિતીય 
૩. વેદ ધર્મરાજભાઈ પુરોહિત -ચક્ર ફેક - દ્વિતિય
૪. પૂર્વી અંકિતભાઈ રૂપાપરા -સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પ- દ્વિતીય 
૫. જય જયેશભાઈ પરમાર -3000 મીટર દોડ- દ્વિતીય 
૬. પ્રીશા કમલેશભાઈ લાંબા -3000 મીટર દોડ- તૃતીય 
૭. નંદની સંજયભાઈ ફાળદર -800 મીટર દોડ-તૃતીય
૮. આદિત્ય નિલેશભાઈ ચાવડા -ઊંચીકુદ - પ્રથમ 
૯. પ્રિયાંશ નિલેશભાઈ ચાવડા -100 મીટર દોડ - પ્રથમ 
ભાગ લઈ વિભાપર શિશુમંદિર વિદ્યાલય નું  ગૌરવ વધારેલ છે બધા જ વિદ્યાર્થીઓને વિદ્યાલય પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન પ્રથમ આવેલ વિદ્યાર્થીઓ ક્ષેત્ર માં રમવા જશે.

Saturday, December 6, 2025

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ વિદ્યા ભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન.

🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ  
ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો 
જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ એ મેદાન માર્યું જેમાં
નંદનીબેન ખાણધર 800 મીટર દોડ પ્રથમ
વેદભાઈ પુરોહિત ચક્ર ફેક પ્રથમ
પ્રિશાબેન 3000 મીટર દોડ પ્રથમ
જય પરમાર 3000 મીટર દોડ પ્રથમ
મીરાબેન ગોળા ફેંક /ચક્ર ફેંક પ્રથમ
નીલ ગઢવી ચકરફેંક દ્વિતીય
શિવમભાઈ 50મી.દોડ પ્રથમ
બ્રોડ જંપ પૂર્વીબહેન રૂપાપર પ્રથમ
આદિત્ય ચાવડા ઉંચીકુદ પ્રથમ
પ્રિયાંશ ચાવડા 100 મીટર દોડ પ્રથમ
1500 મીટર દોડ ધ્રુવીબેન દોમડીયા પ્રથમ
તમામ વિદ્યાર્થીઓ ને વિદ્યાલય પરિવાર તરફથી શુભકામનાઓ
હવે વિદ્યાર્થીઓ આગળ પ્રાંત (રાજ્ય) કક્ષા એ રમવા જશે.

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં પૂર્વ છાત્ર અને પૂર્વ આચાર્ય સંમેલન યોજાયું.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર પૂર્વ છાત્ર તેમજ પૂર્વ આચાર્ય સંમેલન યોજાઈ ગયુ જેમાં સૌ પ્રથમ તિલક થી સ્વાગત, દિપ પ્રાગટ્ય,વંદના,સ્વાગત પરિચય પૂર્વ આચાર્ય અને પૂર્વ છાત્રો પોતાના સમય નો અનુભવ કહ્યો ત્યારબાદ રીનાદીદી એ મનુષ્ય તું બડા મહાન હે ..એ તે વ્યકિગત ગીત રજૂ કર્યું ત્યારબાદ મુખ્ય વક્તા શ્રી યોગેન્દ્ર સિંહ ઝાલા 
વિદ્યા ભારતી વાંકાનેર પૂર્વ છાત્ર 
ગોંડલ વિદ્યાલય પ્રધાનાચાર્ય 
પ્રાંત કારોબારી સદસ્ય 
વિદ્યા ભારતી ગુજરાત પ્રાંત પૂર્વ છાત્ર પરિષદ સંયોજક
તેમને બૌધિક માર્ગદર્શન આપ્યું તેમણે વિદ્યાભારતી પૂર્વ છાત્ર નું રાષ્ટ્ર અને સમાજ માં યોગદાન, પોતાના અનુભવો, પૂર્વ છાત્ર અને પૂર્વ આચાર્ય વિદ્યાભારતી માં પોતે કઈ રીતે મદદ થઈ શકે તેની વાતચીત તેમજ સંઘ ને ૧૦૦ વર્ષ પંચ પરિવર્તન ની વાત કરી ત્યારબાદ આભારવિધિ,સમૂહ ભોજન તેમજ પૂર્વ છાત્રો પોતાના કક્ષ ની મુલાકાત લીધી આ કાર્યક્રમ ખૂબ ઉત્સાહ સાથે પૂર્ણ થયો આગામી પૂર્વ છાત્ર અને પૂર્વ આચાર્ય પ્રાંત સંમેલન માટે ની તૈયારી દર્શાવી. આ કાર્યક્રમ માં વિદ્યાલય ના ટ્રસ્ટી,વ્યવસ્થાપક,નિયામક,પ્રધાનઆચાર્યો,આચાર્યો,પૂર્વ છાત્ર તેમજ પૂર્વ આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.

Tuesday, November 25, 2025

શિશુમંદિર વિભાપર નો વિદ્યારંભ સંસ્કાર

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય નો શિશુ વાટિકા વિભાગ નો વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવ્યો. આ દિવસે વિશેષ સરસ્વતી માતા નું પૂજન કરવામાં આવે છે. તેમજ નાના બાળકો નો વાંચન અભ્યાસ શરૂ કરવામાં આવે છે.
આપણી સંસ્કૃતિ માં ૧૬ સંસ્કાર નું મહત્વ છે. જેમાં શિશુવાટિકા ના બાળકો નો દર વર્ષે વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવે છે.આ તકે વિદ્યાલય ના શિશુ એટલે કે નાના બાળકો નો સંસ્કાર કરવામાં આવ્યો. જેમાં સૌ પ્રથમ બાળકો એ આપણા વેદો ની શોભાયાત્રા વિભાપર ના રામમંદિર સુધી કાઢવામાં આવી ત્યારબાદ વેદો નું પૂજન, યજ્ઞ, સરસ્વતી વંદના કરી સંસ્કાર કરવામાં આવ્યા. આ સંસ્કાર માં ૬૯ બાળકો અને તેના વાલી તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ 
આ તકે વિદ્યાલય ના પ્રમુખ ભાણજીભાઈ પાંભર વિદ્યાલય ના ટ્રસ્ટીઓ,વ્યવસ્થાપકો વિદ્યાલય ના નિયામક તેમજ આચાર્યો સહભાગી રહ્યા હતા.


















વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય વિદ્યાર્થીઓ એ પોલીસ હેડક્વાર્ટર ની મુલાકાત લીધી.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ના વિદ્યાર્થીઓ એ જામનગર પોલીસ હેડ ક્વાર્ટર ની મુલાકાત લીધી જેમાં પોલીસ ના વિવ...