Tuesday, February 28, 2023
વિદ્યાલય માં વિજ્ઞામેળો યોજાયો.
આપણી વિદ્યાલય માં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિતે વિદ્યાલય માં વિજ્ઞાન વિશે ના પ્રયોગો ની પ્રદર્શની રાખી હતી.જેમાં હિરેન ગુરુજી તેમજ આશિષ ગુરુજી એ આયોજન કરી વિવિધ પ્રયોગો વિદ્યાર્થીઓ એ રજૂ કર્યા હતા.વંદના માં વિજ્ઞાન દિવસ ની સમજ ત્યારબાદ વિવિધ પ્રયોગ ની સમજ અને એમ.પી શાહ કોમર્સ કોલેજ ના પ્રોફેસર,પ્રિન્સીપાલ શ્રી એ પણ આ વિજ્ઞાન મેળા ની મુલાકાત લીધી. જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભર ભાગ લીધો.
આચાર્ય પ્રશિક્ષણ વર્ગ
આજે આપણી વિદ્યાલય નો આચાર્ય પ્રશિક્ષણ વર્ગ યોજાયો.
જેમાં સવારે આપણી વિદ્યાલય માં ચાલતા સંસ્કાર નું પ્રશિક્ષણ થયું ત્યારબાદ શાખા લગાડી અને પ્રાયોગિક કાર્ય માનનીય ગિરીશભાઈ બુદ્ધદેવ એ કરાવ્યું જેમાં સમતા,દંડ,રમતો,સૂર્ય નમસ્કાર, સંચલન નો અભ્યાસ આચાર્ય એ કર્યો ત્યારબાદ સંસ્કૃત સંભાષણ અનિલ ગુરુજી એ કરાવ્યું. હેમાંશુ ગુરુજી એ ટેકનોલોજી નું સત્ર જેમાં સ્માર્ટ એજ્યુકેશન વિશે સમજ આપી આગામી શૈક્ષણિક કાર્ય માટે નું સત્ર મયુરીદીદી તેમજ જયશ્રીદીધી એ લીધું. આ વર્ગ ના સંયોજક અનિલ ગુરુજી હતા.
Sunday, February 26, 2023
સન્માન અને મુલાકાત..
આપણી વિદ્યાલય પર અશ્વિની મેટલ્સ ના અધિકારીઓ ભોજનાલય તથા વિદ્યાલય ની મુલાકાતે આવ્યા હતા.
અશ્વિની મેટલ્સ માંથી જીતેન્દ્રભાઈ પટેલ,જવાહરભાઈ શર્મા,પીન્ટુભાઈ સીનોજીયા એ વિદ્યાલય ના ભોજનાલય અને વિદ્યાલય ની મુલાકાત લીધી. ત્યારબાદ જી. ઇ.બી ના આઇ ટી અધિકારી શ્રી મેઘનાથી ભાઈ એ મુલાકાત લીધી.ગુજરાતની જાણીતી tv 9 ગુજરાતી ન્યુઝ ચેનલ ના પત્રકાર પ્રદીપભાઈ તેમજ ગુજરાત ફર્સ્ટ ન્યુઝ ના પત્રકાર હનીફભાઇ એ મુલાકાત લીધી અને વિદ્યાલય નો પરિચય લીધો.
Saturday, February 25, 2023
વિદ્યાલય નો શારીરિક વર્ગ
આપણી વિદ્યાલય નો શારીરિક વર્ગ યોજાયો
વિદ્યા ભારતી ના વિદ્યાલય માં શારીરિક શિક્ષણ આધારભૂત વિષય છે. આપણી વિદ્યાલય માં પણ નિત્ય 1 કલાક શારીરિક વિકાસ માટે તાસ હોય છે. જેમાં વિદ્યાર્થીઓ રમતો,સમતા,નીયુદ્ધ,આચાર વિભાગ,વ્યાયામ યોગ ,સ્ફૂર્તિ યોગ,સૂર્ય નમસ્કાર વગેરે કરતા હોય છે. તેના વિશેષ પ્રશિક્ષણ ભાઈઓ માટે શારીરિક શિક્ષણ વર્ગ વિદ્યાલય પર રાખેલ જેમાં સાંજે 1 કલાક ની શાખા જેમાં રમત,સમતા,નિયુદ્ધ (કરાટે) નો અભ્યાસ કર્યો. ત્યારબાદ બૌધિક સત્ર માં માનનીય ધીરુભાઈ કણસાગરા એ સંઘ પરિચય, શાખા અને નિત્ય શારીરિક શા માટે ? તેના વિશે બૌધિક સત્ર રહ્યું. ત્યારબાદ રાત્રે દેશભક્તિ ગીત, કેમ્પ ફાયર,ગરબા વગેરે માણ્યા.
Tuesday, February 21, 2023
તારક મહેતાના દયાબહેન (દિશા બહેન નું સન્માન)
આજે જામનગર આવેલ પ્રખ્યાત ટી.વી સિરિયલ તારક મહેતા ના કલાકાર દયાબહેન (દિશા બહેન) નો પરિવાર જામનગર ખાતે દર્શન માટે આવેલ આપણી વિદ્યાલય ના વિપુલા દીદી તેમજ હેમાંશુ ગુરુજી દ્વારા તેમને આપણી વિદ્યાલય નો પરિચય તથા શિક્ષણ મંદિર વિશે વાતચીત કરી અને તેમનું સન્માન પણ કર્યું.
Monday, February 20, 2023
શિક્ષણ મંદિર (સંસ્કાર કેન્દ્ર) ના પ્રાંત પ્રમુખ નો પ્રવાસ
દિનાંક ૨૦/૦૨/૨૦૨૩ ને સોમવાર ના રોજ
વિદ્યાલય પર ગુજરાત પ્રાંતના શિક્ષણ મંદિર (સંસ્કાર કેન્દ્ર) ના પ્રકલ્પ પ્રમુખ શ્રી ભગવાનજીભાઈ મકવાણા જેઓ પૂર્ણ કાલીન કાર્યકર્તા તેમજ શિશુ મંદિર સિદ્ધપુર વિદ્યાલય ના ટ્રસ્ટી શ્રી નો પ્રવાસ આપણી વિદ્યાલય પર રહ્યો. વિભાપર શિશુ મંદિર વિદ્યાલય દ્વારા ચાલતા અલગ અલગ શિક્ષણ મંદિરની મુલાકાત લઈ ત્યાંના બાળકો,પરિવાર તેમજ આચાર્યો ને મળી વિશેષ માર્ગદર્શન પૂરું પાડેલ તેમજ દિવસ દરમિયાન આચાર્ય સાથે પરિચય બેઠક, ટ્રસ્ટીઓ સાથે શિક્ષણ મંદિર (સંસ્કાર કેન્દ્ર) વિષય આધારિત ચર્ચા અને ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ભાણજીભાઈ મેઘજીભાઈ પાંભર સાથે ૨૦૨૫ સુધીનાં શિક્ષણ મંદિરનાં વિકાસના આયોજન માટે વિશેષ ચર્ચા કરી. તેમજ શિક્ષણ મંદિર ના જૂના તેમજ નવા કાર્યકર્તાને નાનું એવું પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરેલ. જે વર્ગ ખુબજ માહિતી સભર રહ્યો.
Wednesday, February 15, 2023
કક્ષા ૩ ના વિદ્યાર્થી દ્વારા વંદના નું આયોજન
આપણી વિદ્યાલય ના કક્ષા 3 ના વિદ્યાર્થીઓ એ જાતે વંદના નું આયોજન કરેલ જેમાં તિલક વ્યવસ્થા,માઇક વ્યવસ્થા, ધૂન,પ્રાથના,વાર્તા વગેરે વિદ્યાર્થી દ્વારા જ આયોજન થયેલ.
Saturday, February 11, 2023
ત્રીજું સોપાન..
આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ના શિશુ વિભાગ નું સોપાન રહ્યું જેમાં
શિશુ વિભાગ ના પ્રધાનાચાર્યાં દિક્ષાબહેન અમરેલીયા એ અન્નમય કોષ અને પ્રાણમય કોષ વિશે સત્ર લીધું.
Monday, February 6, 2023
ત્રીજું શિક્ષણ મંદિર....
આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર દ્વારા હાપા રોડ પર આવેલી જ્ઞાનગંગા સ્કૂલ માં આજુબાજુ ના જરૂરીયાતમંદ બાળકો માટે સોમવાર થી શુક્રવાર સુધી સાંજે નિ:શુલ્ક શિક્ષણ આપવાની શરૂવાત કરેલ છે.
શિક્ષણ મંદિર માં બાળકો ને સંસ્કૃતિ આધારિત શિક્ષણ,દેશી રમતો,રાષ્ટ્ર ભક્તિ ના પાઠો,ગીતો,બાળ વાર્તા વગેરે આપવામાં આવે છે.
આ તકે જ્ઞાનગંગા વિદ્યાલય ના સંચાલક શ્રી પાર્થભાઈ પટેલ નો આ કાર્ય ને સરળ બનાવવા માટે તેમના ભવન નો નિશુલ્ક ઉપયોગ માં આપવા બદલ શિશુ મંદિર પરિવાર આભારી છે.
Subscribe to:
Posts (Atom)
શિશુમંદિર વિભાપર વિદ્યાલય કક્ષા ૬ થી ૧૦ નો યાદગાર કચ્છ પ્રવાસ..
વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર નો ૨ દિવસીય કચ્છ નો પ્રવાસ યોજાયો જેમાં સૌ પ્રથમ કબરાઉ ત્યાંથી ભુજ માં આવેલ પ્રખ્યાત કચ્છ મ...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર પ્રથમ વાલી સંમેલન યોજાઈ ગયું. આ વાલી સંમેલન બે ભાગ માં યોજાયું જે...
-
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય નો શિશુ વાટિકા વિભાગ નો વિદ્યારંભ સંસ્કાર કરવામાં આવ્યો. આ દિવસે વિશેષ સરસ્વતી માતા નું પૂજન કરવામાં ...
-
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર ગુજરાત પોલીસ ના બેડી મરીન પોલીસ સ્ટેશન દ્વારા વિદ્યાલય પર ભારતીય ...