Thursday, August 31, 2023

પ્રકૃતિ વંદન.

પ્રકૃતિ વંદન કાર્યક્રમ
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર
વિદ્યાલય માં પ્રકૃતિ વંદન કાર્યક્રમ યોજાયો. જેમાં વિદ્યાલય ના ટ્રસ્ટીશ્રીઓ, વ્યવસ્થાપકો,આચાર્યો એ પ્રકૃતિ વંદન કર્યું.

Wednesday, August 30, 2023

શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર વિદ્યાલય દ્વારા વિવિધ સ્થાનો પર રક્ષા બંધન ની ઉજવણી.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર વિદ્યાલય દ્વારા જાતે નિર્મિત વૈદિક રાખડી નિર્માણ કરી. વિવિધ સામાજિક સંસ્થા તેમજ જાહેર સંસ્થાઓ પર રક્ષાસૂત્ર બાંધવા માટે વિદ્યાલય ના બહેનો તેમજ આચાર્ય ગયા હતા.જેમાં પોલીસ સ્ટેશન,બેંક,મંદિરો,ગૌ શાળા,દવાખાનું,પોસ્ટ ઓફિસ,રેલવે સ્ટેશન,આરોગ્ય કેન્દ્ર,દુકાનો,પેટ્રોલ પંપો,લેબોરેટરી. વગેરે વિવિધ સ્થાનો પર આપણા વિદ્યાલય દ્વારા રક્ષાસૂત્ર બાંધવા ગયા હતા.

Monday, August 28, 2023

પ્રાંતીય બાલિકા શિક્ષણ વર્ગ વિભાપર

દિનાંક 26,27ઓગષ્ટના રોજ પ્રાંતીય બાલિકા શિક્ષણ વર્ગ વિભાપર મુકામે યોજાયો.
વર્ગમાં વિદ્યાભારતી અખિલ ભારતીય બાલિકા શિક્ષણ સહ સયોજિકા શ્રીમતી સુનીતાજી પાંડે ,પ્રાંત સંગઠન મંત્રી શ્રી મહેશજી પતંગે ,પ્રાંત બાલિકા શિક્ષણ સંયોજિકા શ્રી હેમાબેન પટેલ, સહપ્રમુખ શ્રી સ્નેહાબેન ભટ્ટ,શ્રી લોપામુદ્રા વઘાસિયા ,પ્રાંત પ્રશિક્ષણ પ્રમુખ શ્રી ચંદાબેન કૌરાની ડો.કરિશમાબેન નારવાની ની ઉપસ્થિતિ માં વિવિધ વિષયો લેવાયા હતા

 વિભાગ,સંકુલના બાલિકા સંયોજીકા મળીને 22 પ્રતિભાગી બહેનો ઉપસ્થિત રહ્યા.વર્ગ સંયોજિકા શ્રી લોપામુદ્રા વઘાસિયા હતા.

બાલિકા પરિષદ રચના,સ્ત્રી સપ્તશક્તિ,કિશોરી આત્મ સુરક્ષા,માતા પુત્રી સંમેલન,કિશોરીની જાતીય સમસ્યાઓ,બાલિકા શિક્ષણ અને પ્રકલ્પો, જેવા વિષયો થયા હતા.સમાપન સત્ર પ્રાંત સહમંત્રી શ્રી નીલેશભાઈ વરસાણી દ્વારા થયું હતું

Saturday, August 26, 2023

શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર વિદ્યાલય માં માતા પુત્રી સંમેલન યોજાયું.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર વિદ્યાલય માં માતા પુત્રી સંમેલન યોજાય ગયું.
જેમાં શ્રીમતી સુનીતાજી પાંડે ( અખિલ ભારતીય બાલિકા શિક્ષણ સહ સંયોજક)  જેમને માતા પુત્રી સંમેલન માં પ્રવચન આપ્યું. જેમાં તેમને માતા,પુત્રી ના વિવિધ પ્રશ્નો ના જવાબો આપ્યા.તેમને પુત્રી ના આરોગ્ય ની સાજ સજ્જા,કુટુંબ પ્રબોધન, દિકરીઓનો કૌશલ્ય વિકાસ,જે નાના પરંતુ ખરેખર સમાજ ના મોટા વિષયો છે. આ વિષય પર વિશેષ માર્ગદર્શન રહ્યું.
આ તકે બાલિકા શિક્ષણ ના પશ્ચિમ ક્ષેત્ર ના તેમજ ગુજરાત પ્રાંત ના સંયોજક શ્રીમતી હેમાબહેન પટેલ,પ્રાંત સહ સંયોજક શ્રીમતી સ્નેહાબહેન ભટ્ટ, ડો. લોપામુદ્રા વઘાસિયા વિભાગ સમનવ્યક શ્રીમતી રીનાબહેન દવે વિશેષ ઉપસ્થિત રહ્યા. સાથે ગુજરાત ના તમામ બાલિકા શિક્ષણ ના વિભાગ સંયોજકો,સંકુલ ના સંયોજકો આ તકે માતા પુત્રી સંમેલન માં વિશાળ સંખ્યામાં માતા,પુત્રી વિદ્યાલય ના ટ્રસ્ટી શ્રીઓ,આચાર્યો,કાર્યકર્તા જોડાયા હતા.

Sunday, August 6, 2023

આપણી વિદ્યાલય ના કક્ષા ૯ વિદ્યાર્થીઓ નું હેરિટેજ વોક.

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ના કક્ષા ૯ ના વિદ્યાર્થીઓએ હેરિટેજ વોક જામનગર માં કરી જેના અંતર્ગત 
સૌ પ્રથમ વિદ્યાર્થીઓ સુભાષ બ્રિજ થી ત્રણ દરવાજા ત્યાંથી ગ્રેન માર્કેટ અને ત્યાંથી બર્ધન ચોક પહોંચ્યા. ત્યાં આવેલ જામનગર ની સૌથી જૂની વેપારી પેઢી એટલે કે ટોપણ માધવજી કાગદી ની મુલાકાત લીધી. ત્યાંના સંચાલક શ્રી તેજસભાઈ કાગદી થી જામનગર ના રસપ્રદ ઈતિહાસ ની માહિતી આપી. તેમજ તેમની પેઢી ની વિસ્તૃત માહિતી તેમજ ઇતિહાસ જણાવ્યો. તથા વિદ્યાર્થીઓ ને તેમના દ્વારા ભેટ આપવામાં આવી અને વિદ્યાલય દ્વારા તેમનું સન્માન કર્યું.
ત્યારબાદ વિદ્યાર્થીઓએ ચાલતા ચાલતા જામનગર ની સ્થાપના સમયે સ્થાપિત જામનગર ની થાંભી ના દર્શન કર્યા તેમજ પૂજા કરી ત્યાં જામનગર ની સ્થાપના નો ઈતિહાસ જાણ્યો. ત્યાંથી આગળ જામનગર નો દરબારગઢ મહેલ, માં આશાપુરા મંદિર એ દર્શન કર્યા. અને મહેલો ના ઇતિહાસ વિશે જાણકારી મેળવી.
ત્યાંથી આગળ વિદ્યાર્થીઓ જામનગરમાં આવેલ કંસારા બજાર ની મુલાકાત લીધી. ત્યાં કંસારા દ્વારા થતાં વાસણો ની બનાવટ તેમજ કાર્ય ની સમજ લીધી અને નજીક આવેલ મહાકાળી મંદિર ના દર્શન કર્યા અને તેમનો ઇતિહાસ સમજ્યા.
ત્યાંથી આગળ જતાં વિધાર્થીઓએ સંઘાડિયા બઝાર ની મુલાકાત લીધી ત્યાં લાકડા માંથી બનતી વિવિધ વસ્તુઓ તેમજ તેના રંગકામ વિશે સમજ મેળવી.
આ દિવસે શનિવાર હોવાથી વિધાર્થીઓએ સંઘાડિયા બઝાર માં આવેલ ખંડેરિયા હનુમાનજી મંદિરે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો તેમજ આરતી કરી બધા વેપારી ને પ્રસાદ વિતરણ કર્યો સાથે વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓએ વેપારી તેમજ નાગરિકો ને શ્રી 
સ્વામી વિવેકાંદજીના પુસ્તક ની ભેટ આપી.
વિદ્યાર્થીઓ ત્યાંથી ચાંદી બઝાર ખાતે આવેલ જામનગર ના જૂના ટ્રાવેલ્સ એવા ગિરીરાજ યાત્રા સંઘ ની મુલાકાત લીધી. ત્યાંના સંચાલક ને મળી કેવી રીતે પ્રવાસ નું આયોજન કરવું? પ્રવાસ કરતી વકતે શું ધ્યાન રાખવું? પ્રવાસ ના વ્યવસાય વિશે વિસ્તૃત માહિતી વિદ્યાર્થીઓ એ મેળવી. આમ વિદ્યાર્થીઓ ની એક દિવસીય હેરિટેજ વોક પૂર્ણ થઈ.
આ હેરિટેજ વોક થી વિદ્યાર્થીઓમાં વિવિધ ઇતિહાસ ની સમજ રસપ્રદ રહી. સાથે પ્રવાસ અને અભ્યાસ,આધ્યાત્મિકતા તેમજ વ્યાહારિક જ્ઞાન મેળવ્યું. આ સમગ્ર હેરિટેજ વોક નું આયોજન વિદ્યાલય ના આચાર્ય હેમાંશુ ગુરુજી એ કર્યું.તેમજ તેમની સાથે આશિષ ગુરુજી,અનિલ ગુરુજી તેમજ હિરેન ગુરુજી સાથે રહ્યા..

આપણી વિદ્યાલય અંતર્ગત બાલિકા શિક્ષણ માં બહેનો શું નવું શીખ્યા?

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં વિદ્યાર્થિનીઓ ને બાલિકા શિક્ષણ આપવામાં આવે છે.
જેમાં વિવિધ વિષયો ની સમજ આપવામાં આવે છે.
બાલિકા શિક્ષણ અંતર્ગત વિદ્યાર્થિનીઓને આપણાં વિદ્યાલય ના ટ્રસ્ટી રીનાબહેન ચાંગાણી દ્વારા ગાય નું મહત્વ ,તેમના ગોબર નો ઉપયોગ તેમજ વિવિધ ગૌ ઉત્પાદકો ની સમજ આપી હતી સાથે તેમના દ્વારા બહેનો ને જાતે વિવિધ ગોબર આધારિત આકૃતિ જાતે કરાવી.આ બહેનો માટે ખૂબ સારો વિષય રહ્યો. અને તેમને ગાય નું આર્થિક મહત્વ સમજ્યું.

શિશુમંદિર વિભાપર વિદ્યાલય કક્ષા ૬ થી ૧૦ નો યાદગાર કચ્છ પ્રવાસ..

વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર નો ૨ દિવસીય કચ્છ નો પ્રવાસ યોજાયો જેમાં સૌ પ્રથમ કબરાઉ ત્યાંથી ભુજ માં આવેલ પ્રખ્યાત કચ્છ મ...