Sunday, March 10, 2024

કક્ષા ૭ થી ૯ ના વિદ્યાર્થીઓ નો શારીરિક વર્ગ

ગઈકાલે આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના કક્ષા ૭ થી ૯ ના વિદ્યાર્થીઓનો શારીરિક વર્ગ યોજાયો જેમાં સૌ પ્રથમ શાખા લગાવવી જેમાં સમતા,નીયુદ્ધ (કરાટે) રમતો અને આચાર પદ્ધતિ નો અભ્યાસ કર્યો ત્યારબાદ પ્રાથના અભ્યાસ, ગીત અભ્યાસ ત્યારબાદ સંઘ ના  જામનગર નગર  ના બાલ પ્રમુખ વિવેકભાઈ નકુમ એ સંઘ કાર્ય ની વિશે માહિતી આપી. ત્યારબાદ વિદ્યાર્થીઓ એ રામધૂન, હનુમાન ચાલીસા તેમજ રાસ રમ્યા અને રાત્રે પોતે સાથે લાવેલ ટિફિન સૌ વિદ્યાર્થીઓ એ સામૂહિક ભોજન મંત્ર બાદ ભોજન લીધું. ત્યારબાદ વિદ્યાર્થીઓ ખો - ખો , કબ્બડી અને નારગોલ જેવી રમતો રમ્યા પછી રાત્રે કેમ્પ ફાયર સાથે બટેટા ની મોજ માણી અને વાર્તા કથન થઈ.
આજે  સવારે શાખા માં વ્યાયામ યોગ, દંડ અભ્યાસ, નિયુદ્ધ, સમતા વગેરે નો અભ્યાસ કર્યો. અને અનુભવ કથન કરી વિદ્યાર્થીઓ એ સેવાકાર્ય કર્યું.ત્યારબાદ વર્ગ પૂર્ણ થયો. આ વર્ગ માં કક્ષા ૭ થી ૯ ના ભાઈઓ, આચાર્યો,ટ્રસ્ટીઓ વ્યવસ્થાપકો ઉપસ્થીત રહ્યા હતા. 

શિશુમંદિર વિભાપર વિદ્યાલય કક્ષા ૬ થી ૧૦ નો યાદગાર કચ્છ પ્રવાસ..

વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર નો ૨ દિવસીય કચ્છ નો પ્રવાસ યોજાયો જેમાં સૌ પ્રથમ કબરાઉ ત્યાંથી ભુજ માં આવેલ પ્રખ્યાત કચ્છ મ...