Tuesday, August 6, 2024

શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં સ્થાનિક વૈદિક ગણિત પ્રશ્નમંચ યોજાયો.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ના વિદ્યાલય ના વિદ્યાર્થીઓ નો વિદ્યાલય સ્તર નો સ્થાનિક વૈદિક ગણિત પ્રશનમંચ યોજાયો. જેમાં ધોરણ ૪ થી ૯ ના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો. જેમાં લાંબી સંખ્યા માં ગુણાકાર,ભગાકારો,વર્ગ વર્ગમૂળ  વગેરે ના વૈદિક ગણિત આધારિત જવાબો વિદ્યાર્થીઓ એ માત્ર સેંકડો ની અંદર આપ્યા હતા.  આ સ્થાનિક વૈદિક ગણિત પ્રશ્નમંચ વિદ્યાલય ના બધા વિદ્યાર્થીઓ એ નિહાળ્યો તેમજ ઉપસ્થિત વિદ્યાર્થીઓ એ પણ જવાબો આપ્યા. આપણી વિદ્યાલય માં ધોરણ ૧ થી વૈદિક ગણિત નો અભ્યાસ કરાવવામાં આવે છે.  આપના વિદ્યાલય ની ટીમ આગળ આગામી  વિભાગ કક્ષા એ વિદ્યાલય નું પ્રતિનિધિત્વ કરશે.

શિશુમંદિર વિભાપર વિદ્યાલય કક્ષા ૬ થી ૧૦ નો યાદગાર કચ્છ પ્રવાસ..

વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર નો ૨ દિવસીય કચ્છ નો પ્રવાસ યોજાયો જેમાં સૌ પ્રથમ કબરાઉ ત્યાંથી ભુજ માં આવેલ પ્રખ્યાત કચ્છ મ...