શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર
પર આગામી સંઘ ના માનનીય સર કાર્યવાહ શ્રી દતાત્રેયજી હોસબોલે ના આગમન વિજયાદશમી પર જામનગર જિલ્લા નું એકત્રીકરણ થવાનું છે. જે અંતર્ગત વિદ્યાલય પર ૪૮૯ વાલી ઉપસ્થિત રહ્યા હતા. તેમાં જિલ્લા એકત્રીકરણ ની જાગૃતિ સંઘ પરિચય થયો ત્યારબાદ મહિલા તેમજ ભાઈઓ નું રજિસ્ટ્રેશન થયું. સંઘ પરિચય વિશે માઘ્યમિક ના પ્રધાનઆચાર્ય હેમાંશુભાઈ પરમાર એ સંઘ ની માહિતી આપી. તેમજ આ વાલી બેઠક ના સંયોજક વિદ્યાલય ના નિયામક શ્રી જયશ્રીબા જાડેજા હતા.
આ બેઠક માં વિદ્યાલય ના ટ્રસ્ટીઓ,વ્યવસ્થાપકો,આચાર્યો તેમજ વિશાળ સંખ્યા માં વાલીઓ ઉપસ્થિત હતા.