સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Tuesday, August 5, 2025

શિશુમંદિર વિભાપર માં ૧૮૧ અભ્યમ ની ટીમ ની મુલાકાત

આજ રોજ વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં જામનગર ની સરકાર શ્રી ની ૧૮૧ એટલે કે અભ્યમ ટીમ એ વિદ્યાલય ની મુલાકાત આવી જેમાં ટીમ દ્વારા વિદ્યાર્થીઓ ને ૧૮૧ અભ્યમ ટીમ ના કાર્યો અને સ્ત્રી સુરક્ષા અને હાલ માં મોબાઈલ ના દૂર ઉપયોગ વિશે સમજ આપી વિદ્યાલય દ્વારા ટીમ નું  સન્માન કર્યું તેમજ વિદ્યાલય  નિર્મિત રક્ષાસૂત્ર બાંધવામાં આવ્યું. આ તકે અભ્યમ ટીમ માંથી ઇલાબા ઝાલા પોલીસ કોન્સ્ટેબલ, રિનાબહેન દિહોરા કાઉન્સિલર તેમજ સુજીતસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાલય ના નિયામક જયશ્રીબા જાડેજા એ સન્માન કર્યું અને વિદ્યાલય વિશે માહિતી આપી. આ કાર્યક્રમ નો લાભ વિદ્યાર્થીઓ અને આચાર્યો એ લીધો.

શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર પ્રાંત બાલિકા શિક્ષણ ની બેઠક યોજાઈ.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન બાલિકા શિક્ષણ ની પ્રાંત ની બેઠક શિશુ મંદિર વિભાપર વિદ્યાલય પર યોજાઈ ગઈ. જેમાં સૌ પ્રથમ દિપ પ્રાગટય,વંદના જે...