સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Monday, November 20, 2023

ગોપાષ્ટમી ની ઉજવણી.

ગોપાષ્ટમી એટલે ભગવાન શ્રી કૃષ્ણ પ્રથમ વખત ગાયો ચરાવવા ગયા હતા.તે પવિત્ર દિવસ આ દિવસે ગાય માતાનું પૂજન કરવામાં આવે છે. ગાયમાતા નું પૂજન કરવાની પરંપરા હજારો વર્ષો જૂની આપણી સંસ્કૃતિ છે. તો આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર દ્વારા ટ્રસ્ટીઓ,આચાર્યો તેમજ વિદ્યાર્થીઓએ પૂજન કર્યું.

Tuesday, November 7, 2023

શિક્ષણમંદિર ના આચાર્ય નું પ્રશિક્ષણ

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય દ્વારા હાલ ૪૫ શિક્ષણ મંદિર એટલે કે સંસ્કાર કેન્દ્ર ચાલે છે. 
જે અંતર્ગત સૌ પ્રથમ હેમાંશુ ગુરુજી એ પ્રચાર પ્રસાર તેમજ ટેકનોલોજી ના ઉપયોગ વિશે સત્ર લીધું. ત્યારબાદ રીનાદીદી એ વંદના નો અભ્યાસ સત્ર લીધું. વિપુલાદીદી એ આચાર્ય ને માર્ગદર્શન આપ્યું. તેમજ વિદ્યાલય ના પ્રમુખ શ્રી ભાણજીભાઈ એ સ્વ વિકાસ અને સંસ્કાર કેન્દ્ર માં સેવા કાર્ય અને સંપર્ક વિશે વાતચીત આચાર્યો સાથે કરી.

Friday, November 3, 2023

રાષ્ટ્રીય સેવિકા સમિતિ નો પરિચય..

આજ રોજ આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ખાતે રાષ્ટ્રીય સેવિકા સમિતિ ના સુમિત્રાબહેન કલાલ જેઓ સમિતિ ના જિલ્લા કાર્યવાહીકા તેમજ પ્રતીક્ષાબહેન ભટ્ટ કે જેઓ સમિતિ ના સૌરાષ્ટ્ર પ્રાંત બૌદ્ધિક પ્રમુખ છે. તેઓ એ આપણી વિદ્યાલય ના બહેનો ને સમિતિ નો પરીચય તેમજ આગામી પ્રશિક્ષણ વર્ગ વિશે માહિતી આપી. આ તકે વિદ્યાલય ના નિયામક શ્રી જયશ્રીદીદી તેમજ વિદ્યાલય ના પ્રધાનાચાર્યા મયુરિબહેન કપુરીયા ઉપસ્થિતહતા.

Monday, October 23, 2023

વિવિધ વિભાગ ના અધિકારીઓ નું વિદ્યાલય દ્વારા સન્માન.

આપણી વિદ્યાલય પર સરકાર ના વિવિધ વિભાગ ના અધિકારીઓ  આવેલ જેમનું ભારતમાતા નું માનચિત્ર આપી વિદ્યાલય દ્વારા સન્માન કર્યું.
જેમાં ફોરેસ્ટ,બાગાયતી,રેવન્યુ,રેલવે વિભાગ ના અધિકારી નું સન્માન વિદ્યાલય દ્વારા  કર્યું.

જામનગર મહાનગરપાલિકા ના ડે.મેયર તેમજ પૂર્વ મેયર ની શિશુ મંદિર વિભાપર વિદ્યાલય પર મુલાકાત.

આજ રોજ આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર પર જામનગર મહાનગર પાલિકા ના ડેપ્યુટી મેયર શ્રી ક્રિષ્નાબહેન સોઢા તેમજ પૂર્વ મેયર અને કોર્પોરેટર શ્રી બીનાબેન કોઠારી વિદ્યાલય ના આમંત્રણ ને માન આપી ઉપસ્થિત રહ્યા હતા. સામાજીક વિજ્ઞાન વિષય માં સરકાર ના પાઠો વિશે અભ્યાસ આવતો હોય. સ્થાનિક તંત્ર એટલે કે મહાનગરપાલિકા કેવી રીતે કાર્ય કરે છે. તેમજ કોર્પોરેશન ના વિવિધ વિભાગ ના કાર્યો કેવી રીતે કરવામાં આવે છે. તે વિશે ડેપ્યુટી મેયર શ્રી ક્રિષ્નાબહેન એ વિદ્યાર્થીઓ ને સમજ આપી હતી. 
સાથે પૂર્વ મેયર અને કોર્પોરેટર શ્રી બીનાબહેન કોઠારી એ કોર્પોરેટર તરીકે કયા કયા કર્યો કરવાના હોય તેમજ તેમને વિદ્યાર્થીઓ ને ખુબ સારી રીતે સમજ આપી. ત્યારબાદ વિદ્યાર્થીઓ એ વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા. અને હાલ તેમજ ભવિષ્ય ના કાર્યો વિશે ડેપ્યુટી મેયર શ્રી એ માહિતી આપી.
આ તકે બન્ને અધિકારી શ્રી નું સ્વાગત વિદ્યાલય દ્વારા કરવામાં આવ્યું. આ સાથે વિદ્યાલય ના આચાર્યો કક્ષા ૭,૮,૯ ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા.

Sunday, October 8, 2023

ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ નું વિદ્યાલય દ્વારા સન્માન.

જામનગર શહેર માં અનેક સેવા કાર્ય તેમજ વિશેષ ગ્રીન કોમ્યુનિટી પર અભિયાન હાલ ચૈતન્ય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ સારું કાર્ય ચાલે છે. તે દ્વારા વિભાપર ગામ માં સફાઈ કાર્ય માટે આજે વિદ્યાર્થીઓ સાથે ટ્રસ્ટ ના પ્રમુખ અને કાર્યકર્તાઓ આવેલા. ટ્રસ્ટ ના પ્રમુખ હિતેશભાઈ પંડ્યા એ આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ની મુલાકાત લીધી. અને વિદ્યાલય દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું.

ખીજડીયા પક્ષી અભયારણ્ય દ્વારા વિદ્યાલય ના વિદ્યાર્થીઓનું સન્માન.

ગુજરાત વન વિભાગ ના દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન તેમજ ખીજડીયા પક્ષી અભયારણ્ય દ્વારા હાલ 2 થી 8 ઓકટોબર વન્ય પ્રાણી સપ્તાહ ઉજવવામાં આવે છે. તે અંતર્ગત ગઈકાલે ખીજડીયા પક્ષી અભયારણ્ય દ્વારા આપના વિદ્યાલય ના વિદ્યાર્થી જે દરરોજ વિદ્યાલય માં પર્યાવરણ નું કાર્ય કરે છે. તેવા 
જેનીલભાઈ જગદીશભાઇ મોરઝરિયા
ચિંતનભાઈ ભાવેશભાઈ ચોવટીયા
હર્ષભાઈ ચેતનભાઈ ચુડાસમા નું સન્માન ખીજડીયા પક્ષી અભયારણ્ય ના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું સાથે વિદ્યાલય ના આચાર્યો અને વિદ્યાલય નું પણ સન્માન કર્યું.


લાઇન્સ ક્લબ ઇસ્ટ દ્વારા વિદ્યાલય ના દરેક કક્ષ માટે ઘડિયાલ નું અનુદાન

આજ રોજ વિદ્યાલય પર લાઇન્સ ક્લબ ઇસ્ટ ના  પ્રમુખ રમેશભાઈ પટેલ લાઇન્સ ક્લબ ના મેમ્બર ગોવિંદભાઈ ભાટુ,નીરવભાઈ વાડોદરિયા,ભરતભાઈ વાદી,રાજેશભાઈ બોરસ...