સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Thursday, February 29, 2024

કક્ષા ૧૦ ની પ્રાયોગિક પરીક્ષા

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના કક્ષા ૧૦ ના વિદ્યાર્થીઓ ની શારીરિક શિક્ષણ ની પ્રાયોગિક પરીક્ષા યોજાઇ હતી.જેમાં સૂર્ય નમસ્કાર, દોડ,ઊંચી કુદ,ચક્ર ફેંક,કબ્બડી,ધ્યાન તેમજ આસન અને પ્રાણાયામ કર્યા.

Wednesday, February 21, 2024

શિશુમંદિર વિભાપર ખાતે વિશ્વ માતૃભાષા દિવસ ની ઉજવણી

આજ રોજ
 શ્રી સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલય વિભાપરમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં માતૃભાષા નું મહત્વ સમજાવવામાં આવ્યું. ગુજરાતી ભાષાના કવિઓ અને લેખકોનો પરિચય આપવામાં આવ્યો.
વિદ્યાર્થીઓ દ્વારા વાર્તા કથન, જોડકણાં, કાવ્યગાન, સંવાદ,  પ્રભાતિયાં, લોકગીતો,નાટક,વગેરે રજૂ કરવામાં આવ્યાં. વિદ્યાલયના નિયામક શ્રી જયશ્રીબા જાડેજા, પ્રાથમિક વિભાગના પ્રધાનાચાર્યા શ્રી મયુરીબેન કપુરીયા તેમજ વિદ્યાલયના બધા જ આચાર્યશ્રીઓ અને કક્ષા ૧ થી ૯ ના વિદ્યાર્થીઓ  ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમના સંયોજક અનિલગુરુજી અને સહસંયોજક આશાદીદી હતા. કાર્યક્રમમાં સંચાલન મનીષ ગુરુજીએ કર્યું હતું. તેમના અંતે બધા જ વિદ્યાર્થીઓને આચાર્યએ પોતાની સહી માતૃભાષામાં જ કરીશું એવી પ્રતિજ્ઞા લીધી હતી.

Thursday, February 15, 2024

સ્વચ્છતા અભિયાન

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર માં સફાઈ અભિયાન કરવામાં આવ્યું જેમાં કક્ષા ૬ થી ૧૦ ના વિદ્યાર્થીઓ એ વિદ્યાલય ના બધા કક્ષ ની સ્વચ્છતા કરી તેમજ કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ તેમજ મેદાન ની સફાઈ વિદ્યાર્થીઓ એ જાતે કરી અને સફાઈ ની સમજ મેળવી. 

Monday, February 12, 2024

શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ જામનગર જિલ્લા કક્ષા ના ખેલમહાકુંભ માં ઉત્કૃષ્ઠ પરિણામ.

તારીખ :- ૧૨/૦૨/૨૦૨૩ ને સિદસર ખાતે આવેલ શ્રી ઉમિયા માતા વીજાપુર સંકુલ ખાતે જામનગર જિલ્લા કક્ષા નો ખેલમહાકુંભ યોજાઈ ગયો. જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો. જેમાં 
1. રુદ્રભાઇ જગદીશભાઇ કથીરીયા નો અંડર ૧૭ બરછી ફેંક માં સમગ્ર જામનગર જિલ્લામાં દ્વિતીય નંબર મેળવ્યો.
2.આદિત્યભાઈ નિલેશભાઈ ચાવડા નો અંડર ૧૪ ઊંચી કુદ માં સમગ્ર જામનગર જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો.
આ બન્ને વિદ્યાર્થીઓ આગળ રાજ્ય કક્ષા એ રમવા જશે. 
વિદ્યાલય પરિવાર તરફથી વિદ્યાર્થીઓ ને અનેક શુભકામનાઓ.

Tuesday, February 6, 2024

કક્ષા ૧ થી ૪ ના વિદ્યાર્થીઓ ખેતર ની મુલાકાત.

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના કક્ષા ૧ થી ૪ ના વિદ્યાર્થીઓ આજે વિદ્યાલય નજીક આવેલ ખેતર ની મુલાકાતે ગયા હતા. જેમાં સૌ પ્રથમ વિદ્યાર્થીઓ એ વાડી માં અલ્પાહાર કર્યો. ત્યાંથી વિદ્યાર્થીઓ ગૌ શાળા ની મુલાકાત લીધી જેમાં તેની વ્યવસ્થા વિશે વિદ્યાર્થીઓ સમજ્યા. ત્યારબાદ વિવિધ પાકો,વેલા,શાકભાજી નો પરિચય કર્યો અને ખેતી વિશે તેમને જાણ્યું સાથે પ્રકૃતિમય જીવન જીવતા ખેડૂત સાથે મુલાકાત કરી. ત્યારબાદ સાથે બેસી વિદ્યાર્થીઓ ભોજન જાતે પીરસી અને ભોજન લીધું. અને તેમને ખેતી,ગૌ શાળા તેમજ વિવિધ છોડ,પાક અને વેલા નો પરિચય લીધો.

વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય વિદ્યાર્થીઓ એ પોલીસ હેડક્વાર્ટર ની મુલાકાત લીધી.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ના વિદ્યાર્થીઓ એ જામનગર પોલીસ હેડ ક્વાર્ટર ની મુલાકાત લીધી જેમાં પોલીસ ના વિવ...