સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Sunday, July 21, 2024

ગુરુપૂર્ણિમા નિમિતે શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં પરમ પવિત્ર ભગવા ધ્વજ નું પૂજન.

આજ રોજ શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર ગુરૂપૂર્ણિમા નિમિતે દિપ પ્રાગટ્ય,વંદના ત્યારબાદ  ગુરૂપૂર્ણિમા પર બૌધિક રહ્યું. ત્યારબાદ પરમ પવિત્ર ભગવા ધ્વજ નું પૂજન કરવામાં આવ્યું. 

Saturday, July 13, 2024

શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં વૈદિક સંસ્કૃતિ, પાળિયા તેમજ સતી ના ઈતિહાસ વિવિધ વિષયો પર શાસ્ત્રીજી દ્વારા સમજ.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં જામનગર ના સંસ્કૃત આચાર્ય શ્રી રવિભાઈ જોષી ( ઓમ સંસ્કૃત એકેડમી ના સંચાલક) 
એ વિદ્યાલય ના વિદ્યાર્થીઓ ને વેદ,ઉપનિષદ,પુરાણ ની સામાન્ય માહિતી આપી તેમજ કુળદેવી,કુળદેવતા ઇષ્ટદેવ વિવિધ દેવી,દેવતાઓ મહત્વ તેમજ ભારતીય સંસ્કૃતિ ના અનેક વિષયો પર માહિતી અને વિદ્યાર્થીઓ તેમજ આચાર્યો દ્વારા પૂછેલા પ્રશ્નો ના વૈદિક ઉતરો આપ્યા તેમજ વિદ્યાર્થીઓ ને સુંદર મજા નું વૈદિક જ્ઞાન આપ્યું. વિદ્યાલય ના ટ્રસ્ટી દિનેશભાઈ સંઘાણી એ પ્રસ્તાવના મૂકી .
શાસ્ત્રીજી વિદ્યાલય ની મુલાકાત તેમજ વિદ્યાલય થી પ્રભાવિત થયા. આ કાર્યક્રમ માં વિદ્યાલય ના ટ્રસ્ટી દિનેશભાઈ સંઘાણી, વિદ્યાલય ના નિયામક જયશ્રી બહેન જાડેજા, પ્રધાનાઆચાર્ય, આચાર્યો તેમજ કક્ષા ૬ થી ૧૦ ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા.

Saturday, June 29, 2024

મહિલા અને બાળ અધિકાર કચેરી દ્વારા શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન

આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં  મહિલા અને બાળ વિભાગ ગુજરાત અંતર્ગત જામનગર મહિલા અને બાળ અધિકાર કચેરી દ્વારા વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન સેમિનાર યોજાયો જેમાં કચેરી ના કો ઓર્ડીનેટર અલ્પાબેન રાઠોડ એ વિદ્યાર્થીઓ ને સરકાર ની વિવિધ યોજનાઓ ની માહિતી આપી. તેમજ વિદ્યાર્થીઓ ભાઈઓ,બહેનો એ પોતાનું સ્વ રક્ષણ,સરકાર ની વિવિધ હેલ્પલાઇન ની  સુવિધાઓ ની સમજ આપી. સાથે આવેલ અસ્મિતાબહેન એ વિદ્યાર્થીઓ ને કાયદાકીય જાણકારી અને બાળ અને બહેનો ની સ્વ રક્ષણ અને સ્ત્રી નું સન્માન વગેરે વિશે માહિતી આપી. આ તકે વિદ્યાલય ના શિશુવિભાગ ના પ્રધાનાચાર્યાં દમયંતીબેન અમરેલીયા ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ નું સંચાલન વિદ્યાલય ના આચાર્ય હેમાંશુભાઈ પરમાર એ કર્યું. કાર્યક્રમ બાદ અધિકારીઓ એ વિદ્યાલય નો પરિચય લીધો. તેમજ વિદ્યાલય માં ચાલતા બાલિકા શિક્ષણ અને સંસ્કાર કેન્દ્ર ની માહિતી મેળવી તેનાથી  તેઓ પ્રભાવિત થયા.

વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય વિદ્યાર્થીઓ એ પોલીસ હેડક્વાર્ટર ની મુલાકાત લીધી.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ના વિદ્યાર્થીઓ એ જામનગર પોલીસ હેડ ક્વાર્ટર ની મુલાકાત લીધી જેમાં પોલીસ ના વિવ...