સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
Sunday, June 4, 2023
કક્ષા ૧૦ ની શિબિર નો ત્રીજો દિવસ
કક્ષા ૧૦ ની ત્રીજા દિવસ ની શિબિર માં વિદ્યાર્થીઓ એ સવારે યજ્ઞ થી શરૂવાત કરી ત્યારબાદ સંસ્કૃત નું વાંચન,ગણિત વિષય નો ગટશ તાસ રહ્યો. વિજ્ઞાન નું પેપર લેખન તેમજ સંસ્કૃત ના વિષય નું પેપર લેખન રહ્યું બપોરે વિદ્યાર્થીઓ ઠેબા પાસે આવેલ બે ભાઈના ડુંગરે માતાજી ના મંદિરે દર્શન કર્યા તેમજ ફાર્મ હાઉસ ત્યાં રમતો રમી,ગરબા રમ્યા તેમજ પ્રાકૃતિક વાતાવરણ માં વિદ્યાર્થીઓ રહ્યા.
કક્ષા 10 ની શિબિર નો બીજો દિવસ
આપણી વિદ્યાલય ના કક્ષા ૧૦ ની શિબિર ના બીજા દિવસે
સવારે સ્ફુર્તિ યોગ વિદ્યાર્થીઓ એ કર્યા ત્યારબાદ સામાજિક વિજ્ઞાન નું વાંચન,ગણિત વિષય નું માર્ગદર્શન ગટશ રહ્યું ત્યારબાદ સંસ્કૃત નો ત્તાસ રહ્યો. બપોરે સામાજીક વિજ્ઞાન વિષય નું પેપર લેખન કર્યું ,વિજ્ઞાન નો તાસ રહ્યો, શાખા માં વિદ્યાર્થીઓ દોડ ની રમતો અને સમતા શીખ્યા.સાંજે દિપ ધ્યાન કર્યું અને ભોજન બાદ ગણિત ના દાખલાઓ ની પ્રેક્ટિસ કરી..
Tuesday, May 30, 2023
કક્ષા 10 ની શિબિર નો પહેલો દિવસ.
કક્ષા 10 ની શિબિર ના પ્રથમ દિવસે વંદના સત્ર બાદ
શ્રી મમતાબહેન કાપડિયા દ્વારા વિદ્યાર્થીઓને તમામ વિષયો ની સમજ આપી તેમજ વિષયો પર પોતાનું પ્રભુત્વ કેમ વધે તેની વાત વિદ્યાર્થિઓ સાથે કરી ત્યારબાદ વિદ્યાર્થીઓ ના ત્રણ ગટ માં ગણિત વિષય નો અભ્યાસ રહ્યો.તેમજ અંગ્રેજી વિષય નો તાસ તેમજ અંગ્રેજી વિષય ના પેપર નુ લેખન કર્યું સાંજે સમાજ વિષય નો તાસ ત્યારબાદ શાખા માં વિદ્યાર્થીઓ સામૂહિક રમતો રમ્યા. સાંજે વિશેષ શ્રી રામસિંહભાઈ બારડ (સંઘ ના વિભાગ પ્રચારક)એ રાષ્ટ્રવાદ,સંઘ પરિચય વિશે સમજ આપી ત્યારબાદ વિદ્યાર્થીઓ એ ધ્યાન કર્યું ભોજન બાદ સાંજે ગુજરાતી નો તાસ રહ્યો ત્યારબાદ વિદ્યાર્થીઓ એ સામુહિક ચર્ચા કરી..
કક્ષા 10 ની ઉનાળું શિબિર ની શરૂવાત
આપણી વિદ્યાલય ના કક્ષા 10 ના વિદ્યાર્થીઓ ના શૈક્ષણિક વિકાસ માટે ઉનાળું શિબિર ની આજ થી શરૂઆત થયેલ
જેમાં સવારે વિદ્યાર્થીઓ ના સ્વાગત,તિલક ત્યારબાદ દિપ પ્રાગટય,વંદના થી શરુ કરેલ.
પ્રથમ દિવસે વંદના સત્ર માં મમતાબહેન કાપડિયા (જેકુરબહેન સોની કન્યા વિદ્યાલય ના શિક્ષક,શ્રી સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો. સોસાયટી તેમજ શ્રી માં શારદા દેવી મહિલા ક્રેડિટ કો. સોસાયટી ના ડિરેક્ટર) વિદ્યાલય ના પ્રમુખ ભાણજીભાઈ પાંભર ઉપસ્થિત રહ્યા. તેમજ વિદ્યાલય ના નિયામક,આચાર્યો,વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.
Monday, March 27, 2023
રામકૃષ્ણ મિશન ખાતે સંસ્કાર કેન્દ્ર
આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર દ્વારા સ્મશાન પાસે આવેલ શ્રી રામકૃષ્ણ મિશન મંદિર ખાતે વિદ્યાલય દ્વારા સંસ્કાર કેન્દ્ર શરૂ કરેલ જેમાં પ્રથમ દિવસે યજ્ઞ, ભારત માતા ની આરતી અને વંદના થી શરૂ કરેલ આ તકે આજુબાજુ ના વિદ્યાર્થીઓ, વાલીઓ વિદ્યાલય ના વ્યવસ્થાપક બહેનો,વિદ્યાલય ના નિયામક,વિદ્યાલય ના પ્રધાનાચાર્ય ઉપસ્થતી રહેલ આ સંસ્કાર કેન્દ્ર નિત્ય સવારે 2 કલાક નિશુલ્ક શિક્ષણ કેન્દ્ર ચાલશે..
હાપા માં શિક્ષણ મંદિર ની શરૂવાત..
આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર દ્વારા હાપા સ્ટેશન વિસ્તાર માં આવેલ રામદેવ મહારાજ મંદિર ખાતે ત્યાંના વિદ્યાર્થીઓ માટે દરરોજ ૨ કલાક નિશુલ્ક સંસ્કાર કેન્દ્ર આપણી વિદ્યાલય દ્વારા શરૂ થયેલ..
Tuesday, March 14, 2023
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય દ્વારા સંપર્ક,સન્માન વિવિધ લોકો ની મુલાકાત.
આપણી વિદ્યાલય પર ખીજડીયા ના જયંતીભાઈ વસોયા (સંઘ ના ગૌ વિભાગ તાલુકા સંયોજક) એ વિદ્યાલય પર તેમજ સેંચ્યુરી ખાતે આવેલ શિક્ષણ મંદિર ની મુલાકાત વિદ્યાલય ના પ્રમુખ ભાણજીભાઈ પાંભર ની સાથે લીધી હતી.
આપણી વિદ્યાલય દ્વારા નવા શિક્ષણ મંદિર ની શરૂવાત થાય તે માટે વેલનાથ,હાપા વગેરે વિસ્તારો માં સંપર્ક કરી આગેવાન નું સન્માન વિદ્યાલય દ્વારા થયું
હાપા પાછળ આવેલ સામતપીર વિસ્તાર માં આવેલ સરકારી શાળા માં સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.સોસાયટી ના સહયોગ થી પુસ્તક અને ભારત માતા નો ફોટો અર્પણ કર્યો.
ઉદ્યોગનગર માં આવેલ શાળા નંબર ૧૭,૧૮ ના આચાર્ય તેમજ શિક્ષક શ્રી નું સન્માન કર્યું.વિભાપર ખાતે આવેલ સરકારી વિદ્યાલય ની મુલાકાત તેમજ સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો. સોસાયટી ના સહયોગ દ્વારા આપેલ પુસ્તકો ભેટ માં આપ્યા.
Subscribe to:
Posts (Atom)
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ખાતે શિશુવાટિકા નું દ્રિતીય વાલી સોપાન યોજાયું
શ્રી સરસ્વતી શિશુ મંદિર વિભાપર વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુ મંદિર પર આજે ૧૯/૯/૨૦૨૬ ને શનિવારે બીજું વાલી સોપાન હતું....
-
આજ રોજ વિશ્વ યોગ દિવસ નિમિતે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી...
-
તારીખ 24/12/25 થી તારીખ 25/12/25 ના રોજ વિદ્યા ભારતી નો કચ્છ બિદડા સ્થાન પર પ્રાંતિય (રાજ્ય) કક્ષા ખેલકૂદ સમારોહ યોજાયેલ જેમાં શ્રી સરસ્વતી ...
-
🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...