સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Monday, March 6, 2023

કક્ષા ૯,૧૦ માટે બેડી મરીન પોલીસ સ્ટેશન દ્વારા માર્ગદર્શક સેમિનાર.

આપણી વિદ્યાલય માં કક્ષા ૯,૧૦ ની આગામી પરીક્ષા ની શુભકામનાઓ અને માર્ગદર્શન માટે ગુજરાત પોલીસ બેડી મરીન પોલીસ સ્ટેશન માંથી પી.એસ.આઇ એમ. એલ્. ઓડેદરા મેડમ તેની સાથે પોલીસ કોન્સ્ટેબલ દક્ષાબહેન પરમાર તેમજ શિવાનીબા જેઠવા ઉપસ્થિત રહ્યા. ઓડેદરા મેડમ એ વિદ્યાર્થીઓ ને પરીક્ષા માટે ડરવું નહિ તેમજ તેમના અનુભવો વર્ણવ્યા હતા સાથે આવેલ કોન્સ્ટેબલ બહેનો એ પણ વિદ્યાર્થીઓને ખૂબ સારું પરીક્ષાલક્ષી માર્ગદર્શન અને શુભેચ્છા આપી.

શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી.

આજ રોજ વિશ્વ યોગ દિવસ નિમિતે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી...