જેમાં સવારે બધા વિદ્યાર્થીઓનું સ્વાગત કુમકુમ,અક્ષત થી ગુરૂજી,દીદી એ કર્યું.
ત્યારબાદ વિધાર્થીઓ એ ગોપાષ્ટમી નિમિતે ગૌ પૂજન કર્યું
અને શિબિર ની સૂચનાઓ આપવામાં આવી ત્યારબાદ મોરબી ઘટના માં મૃત્યુ પામેલ સદગત માટે 2 મિનિટ મૌન પાડી શ્રધાંજલિ અર્પી.
ત્યારબાદ ગણિત વિષય માં ત્રિકોણમીતી વિશે આશિષ ગુરુજી એ માર્ગદર્શન આપ્યું,જિજ્ઞાસાબહેન પટેલ વિદ્યાર્થીઓને લક્ષ્ય નિર્ધારણ માટે નું ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું.
ત્યારબાદ બપોરે હિરેન ગુરુજી ના માર્ગદર્શન હેઠળ ગણિત વિષય નું પેપર સોલ્યુશન
વિદ્યાર્થીઓ શાખા માં રમતો રમી પ્રફુલ્લિત થયા બાદ
ગણિત નું પેપર લખ્યા બાદ વિદ્યાર્થીઓ એ ધ્યાન કર્યું
સાંજે ગુજરાતી પેપર લેખન કર્યા બાદ
અને રાત્રી ચર્ચા પછી વિદ્યાર્થીઓ પોતાનું કાર્ય પૂર્ણ કર્યું..