વિચારો ની અભિવ્યક્તિ છે,
અતિશયોક્તિ થાય તો ક્ષમા યાચના
મારા હિસાબથી, મારા મતે,
સંકલ્પના શિક્ષક ની
શિક્ષક ત્રિદેવ(બ્રહ્મા-વિષ્ણુ-મહેશ) છે, ...કારણ કે,
તેમા સર્જન, પાલન અને વિનાશ ત્રણેય શક્તિઓ રહેલી છે
શિક્ષક પ્રજાપતિ બ્રહ્મા સમાન છે, ...કારણ કે,
તે સામાન્ય બાળકમાંથી મહાપુરુષનું સર્જન કરે છે.
શિક્ષક સ્વયં નારાયણ સમાન છે, ...કારણ કે,
તે બાળક માટે નિત્ય નવો અવતાર ધરે છે.
શિક્ષક મહાકાલ મહેશ સમાન છે, ...કારણ કે,
તે વિચાર મંથનમા વિષપાન કરી બાળકને અમૃતઅર્ક આપે છે.
શિક્ષક ચક્રધારી શ્રી કૃષ્ણ સમાન છે, ...કારણ કે,
તે અર્જુનની જેમ જિજ્ઞાસુ બાળકને દિશા દર્શન બોધ આપે છે.
શિક્ષક મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ સમાન છે, ...કારણ કે,
તે આજીવન સુખનો મહેલ છોડી,કાંટાળા કર્તવ્યપથ પર ચાલે છે.
શિક્ષક સખત પિતા સમાન છે, ...કારણ કે,
તે બાળકને કઠોરતાનો તમાચો મારે છે.
શિક્ષક મમતા ની મૂર્તિ માતા સમાન છે, ...કારણ કે,
તે બળકોના માથા પર સ્નેહ ભર્યો હાથ ફેરવે છે.
શિક્ષક વિદ્યાલયમંદિરના પુજારી સમાન છે, ...કારણ કે,
તે નિર્દોષ-નિખાલસ બાળકને ઈશ્વરની જીવંતમૂર્તિ માને છે.
શિક્ષક દીવડાની જ્યોત સમાન છે, ...કારણ કે,
તે અજ્ઞાનતા રૂપી અંધકારને માત આપી જ્ઞાનનો પ્રકાશ ફેલાવે છે.
શિક્ષક ધૂપ સળી અગરબત્તી સમાન છે, ...કારણ કે,
તે પોતે જાત સળગાવી, સમાજને શિક્ષાથી સુગંધિત બનાવે છે.
શિક્ષક મંદિર મા રણકાર કરતા ઘંટ સમાન છે, ...કારણ કે,
તે બધાં વગાડે છતાં તે આધ્યાત્મિક શાંતિની અનુભૂતિ કરાવે છે.
શિક્ષક નિર્મળ પાણી જેવો પરિવર્તનશીલ છે, ...કારણ કે,
તે જેવું સામેનું પાત્ર, તેવો બનીને રહી શકે છે.
શિક્ષક સૃષ્ટિની બધી ક્રિયાઓના કર્તા સૂર્ય સમાન છે, ...કારણ કે,
તે તાપ અને અજવાસ બંને રીતે ઉર્જા જ આપે છે.
શિક્ષક માટલા-કોળિયા બનાવતા કુંભાર સમાન છે, ...કારણ કે,
તે બાળકના જીવનને આકાર આપે છે.
શિક્ષક ચણતર કરતા કડિયા સમાન છે, ...કારણ કે,
તે બાળકના ભવિષ્યની ઈમારત માટે એક મજબૂત પાયો નાખે છે.
શિક્ષક હથિયાર બનાવતા લુહાર સમાન છે, ...કારણ કે,
તે બાળકને ટીપી-ટીપી ને તલવાર બનાવે છે.
શિક્ષક અલંકાર બનાવતા સોની સમાન છે, ...કારણ કે,
તે બાળકને તપાવતો જાય અને ચમકાવતો જાય છે.
શિક્ષક કપડાં ધોતા ધોબી સમાન છે, ...કારણ કે,
તે પટકી પટકી ને ધમારી ને આળસનો મેલ કાઢે છે.
શિક્ષક બાગની માવજત કરતા માળી સમાન છે, ...કારણ કે,
તે શિશુવાટિકા તથા તેના પુષ્પ રૂપ બાળકો નું ધ્યાન રાખે છે.
શિક્ષક એક ખેડૂત સમાન છે, ...કારણ કે,
તે બાળ માનસની ભૂમિ પર સદ્ વિચારના અંકુર ઉગવે છે.
શિક્ષક વકીલ પણ છે અને જજ પણ છે, ...કારણ કે,
તે દલીલ પણ કરે છે, અને ન્યાય પણ કરે છે.
શિક્ષક એક કવિ સમાન છે, ...કારણ કે,
તે કક્ષમાં જ ચાંદ-તારા ઉગવે છે.
શિક્ષક એક સાહિત્યકાર સમાન છે, ...કારણ કે,
તે દરરોજ બાળકોને નવી વાર્તા સંભળાવે છે.
શિક્ષક જૂની જનરેશન નો વાહક છે, ...કારણ કે,
તે બાળકને વિચારોનો વારસો આપે છે.
શિક્ષક નવી જનરેશન નો મિત્ર છે, ...કારણ કે,
તે બાળકની સાથે પ્રત્યક્ષ રીતે કાર્ય કરે છે.
શિક્ષક જનરેશન ગેપ મીટાવતી કડી છે, ...કારણ કે,
તે સંસ્કૃતિ સાથે આધુનિકતા જીવે છે.
શિક્ષક લેટેસ્ટ ટેકનોલોજી નો સોફ્ટવેર છે, ...કારણ કે,
તે હંમેશા રોજેરોજ અપડેટેડ રહે છે.
શિક્ષક બસ ચાલક ડ્રાઇવર છે, ...કારણ કે,
તે પોતાના વર્ગની બસને એન્જોય સાથે ચલાવે છે.
શિક્ષક રાષ્ટ્રનો નિર્માતા છે, ...કારણ કે,
તે દેશ માટે આદર્શ નાગરિકો તૈયાર કરે છે.
શિક્ષક એ વિષ્ણુગુપ્ત ચાણક્ય છે, ...કારણ કે,
તે માતૃભૂમિને અખંડ રાખવા ચંદ્રગુપ્તો તૈયાર કરી શકે છે.
શિક્ષક એક સર્વોપરી સત્તા છે, ...કારણ કે,
તે પ્રલય અથવા નિર્માણ કરી શકવાની ક્ષમતા ધરાવે છે.
નાના મોઢે મોટી વાત હો,🤫🤔☺️
Manish M Kateshiya.🧑🏫👆☝️(શિક્ષક)