Sunday, November 6, 2022

કક્ષા 10 ના વિદ્યાર્થીઓ નો અભ્યાસ સાથે પ્રકૃતિ અને આધ્યાત્મિકતા નો પરિચય....

કક્ષા 10 ની શિબિર ના છઠ્ઠા દિવસે વિદ્યાર્થીઓ સવારે વહેલા ઉઠી દંડ યોગ કર્યા જેનાથી તેમના માં સ્ફૂર્તિ આવે..
ત્યાર બાદ ગુજરાતી નું પેપર લેખન કર્યું અને મહાવીરસિંહ જાડેજા સાહેબ એ વિદ્યુત નું પ્રેકટીકલ કરાવ્યું જેમાં તેમને ઇલેટ્રીક માં સ્વીચ,પંખા વિશે માહિતી અને પ્રેકટીકલ વિદ્યાર્થીઓ એ કર્યું, આપણી વિદ્યાલય ના ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી ભાણજીભાઈ એ વર્ગ ની મુલાકાત અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ અને માર્ગદ્શન આપ્યું તેમને વિદ્યાર્થી ને સંકલ્પ શક્તિ અને વિવેકાનંદજી ના અનેક ઉદારહણ આપ્યા અને પ્રોત્સાહન આપ્યું.
બપોરે સામાજિક વિજ્ઞાન નું પેપર લેખન કર્યું
અને ત્યારબાદ વિદ્યાર્થીઓ વિદ્યાલય ની નજીક આવેલ નાળિયેરની વાડી એ વિદ્યાર્થીઓ પ્રકૃતિ ના સાનિધ્યમાં રમ્યા,પ્રકૃતિ પરિચય કર્યો.
ત્યારબાદ વિદ્યાર્થીઓ વિભાપર માં આવેલ સર્વેસર મહાદેવ ની આરતી નો લાભ લીધો અને મંદિરે આવેલ મૂર્તિઓ અને ચિત્રો અને તેના ઇતિહાસ ની સમજ હેમાંશુ ગુરુજીએ આપી..
ત્યાર બાદ સાંજે અંગ્રેજી નું  પેપર લેખન કર્યું આમ વિદ્યાર્થીઓનો  ખૂબજ ઉત્સાહ પૂર્વક દિવસ રહ્યો...

શિશુમંદિર વિભાપર વિદ્યાલય કક્ષા ૬ થી ૧૦ નો યાદગાર કચ્છ પ્રવાસ..

વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર નો ૨ દિવસીય કચ્છ નો પ્રવાસ યોજાયો જેમાં સૌ પ્રથમ કબરાઉ ત્યાંથી ભુજ માં આવેલ પ્રખ્યાત કચ્છ મ...