સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય
Wednesday, August 14, 2024
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર અખંડ ભારત દિવસ ની ઉજવણી .
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર અખંડ ભારત દિન વિશેષ રીતે ઉજવણી થઈ હતી.સૌ પ્રથમ દિપ પ્રાગટ્ય, સરસ્વતી વંદના ત્યારબાદ અતિથિ સ્વાગત પરિચય થયો. ત્યારબાદ અખંડ ભારત અનુરૂપ વિદ્યાર્થીઓ એ સરસ મજા નું ગીત રજૂ કર્યું પછી વિદ્યાર્થીઓ એ જાતે બનાવેલ ભારત ના અલગ અલગ ભાગો કેવી રીતે તેમજ ક્યાં વર્ષ માં ભાગલા પડ્યા તેની PPT દ્વારા સમજૂતી આપી. ત્યારબાદ માનનીય મહેશભાઈ ચાડ (જામનગર વિસ્તાર પ્રચારક) નું અખંડ ભારત પર સંવાદ દ્વારા અખંડ ભારત ની સમજૂતી આપી. તેમને ભારતી ની સીમા,સંસ્કૃતિ વર્તમાન સમય નું અખંડ ભારત નું આપના સ્વપ્ન વિશે માર્ગદર્શન આપ્યું. સાથે વિદ્યાર્થીઓ ને રાષ્ટ્ર,દેશ અને રાજ્ય વિશે સમજાવ્યું, ત્યારબાદ અતિથિ દ્વારા અખંડ ભારત ના માનચિત્ર નું પૂજન કર્યું. ત્યારબાદ વિદ્યાર્થીઓ,આચાર્યો તેમજ ટ્રસ્ટી, વ્યવસ્થાપકો એ અખંડ ભારત ના માનચિત્ર નું પૂજન કર્યું.
Saturday, August 10, 2024
વિદ્યાભારતી દ્વારકા વિભાગ ના વૈદિક ગણિત પ્રશ્નમંચ
આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ના વિદ્યાર્થીઓ આજે નીકાવા શિશુમંદિર ખાતે દ્વારકા વિભાગ નો વૈદિક ગણિત પ્રશ્નમંચ યોજાઈ ગયો. જેમાં બધા વિદ્યાર્થીઓ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. જેમાં
શિશુ વિભાગ માં પ્રથમ
બાલ તેમજ કિશોર વિભાગ માં તૃતીય ક્રમાંક મેળવ્યો છે.
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય નું પ્રથમ વાલી સંમેલન.
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર પ્રથમ વાલી સંમેલન યોજાઈ ગયું.
આ વાલી સંમેલન બે ભાગ માં યોજાયું જેમાં શિશુ થી કક્ષા ૩ નું સવારે તેમજ કક્ષા ૪ થી ૧૦ નું બપોરે વાલી સંમેલન હતું જેમાં સૌ પ્રથમ અધિકારી દ્વારા દિપ પ્રાગટ્ય,વંદના ત્યારબાદ અધિકારી પરિચય,પ્રસ્તાવના વ્યક્તિગત ગીત તેમજ બૌદ્ધિક અને કક્ષસહ વાલી બેઠક રહી. આ વાલી સંમેલન ના વક્તા તરીકે
માનનીય ધર્મેશ કિરીટભાઈ જોષી હતા
(મૂળ - અરવલ્લી જિલ્લા ના સ્વયંસેવક
છેલ્લા 18 વર્ષ થી માંડવી કચ્છ માં
વિદ્યાલયમાં નિયામક
તૃતીય વર્ષ શિક્ષિત
વિદ્યાભારતી ગુજરાત પ્રાંત મંત્રી
પશ્ચિમ ક્ષેત્રના ખેલ પ્રમુખ નું દાયિત્વ)
તેમને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માં વિદ્યાલય માં વિદ્યાર્થીઓ તેમજ વાલી ની ભૂમિકા અંગે માર્ગદર્શન રહ્યું તેમને ભારત નો સુવર્ણ ઇતિહાસ આપણી પ્રાચીન વિદ્યાપીઠ, આપણી પરિવાર વ્યવસ્થા તેમજ વિદ્યાર્થીઓ માં કેવી રીતે સ્કિલ ડેવલોપમેન્ટ ઘર અને સમાજ દ્વારા થાય તેનું માર્ગદર્શન આપ્યું. અને દરરોજ એક વાર બધા વાલીઓ પરિવાર સાથે સાથે ભોજન લે અને ચર્ચા કરે તેવો આગ્રહ રાખ્યો. બૌદ્ધિક બાદ વાલીઓ ની કક્ષ સહ બેઠક રહી જેમાં વિદ્યાલય ની આગામી કાર્યક્રમ આયોજન તેમજ વિદ્યાલય ના વિદ્યાર્થીઓ માટે ચર્ચા સૌ વાલીઓ એ પોતાના કક્ષાચાર્ય સાથે કરી.
આ વાલી સંમેલન નું સંચાલન આશિષભાઈ ચોવટીયા એ કર્યું.
પ્રસ્તાવના હેમાંશુભાઈ પરમાર દ્વારા મુકાઈ તેમજ છેલ્લે આભાર વિધિ દમયંતીબહેન અમરેલીયા અને બીજા સત્ર માં મયુરીબહેન કાપુરિયા એ કરી. આ વાલી સંમેલન માં વિદ્યાલય ના પ્રમુખ ભાણજીભાઈ પાંભર વિદ્યાલય ના ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપકો, નીયામક શ્રી જયશ્રીબહેન જાડેજા, વિદ્યાલય ના આચાર્યો તેમજ બહોળી સંખ્યા માં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Wednesday, August 7, 2024
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં વિદ્યાર્થીઓ ની જાગૃતિ માટે સાઈબર અવેરનેશ કાર્યક્રમ યોજાયો.
વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં ગુજરાત પોલીસ વિભાગ ના સી.આઇ. ડી ક્રાઇમ દ્વારા વિદ્યાલય માં સાઇબર ક્રાઇમ ના અવેરનેશ કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં માધ્યમિક વિદ્યાલય ના પ્રધાનઆચાર્ય હેમાંશુ ભાઈ પરમાર એ સાઇબર ક્રાઈમ વિશે અને તેના થી બચવા ના ઉપાયો તેમજ વિવિધ જાણકારી આપી હતી. તેમજ બેડી મરીન પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ પોપટ સાહેબ ઉપસ્થિત હતા તેમને વિદ્યાર્થીઓ અને વિદ્યાલય થી તેઓ પ્રભાવિત થયા. આ તકે વિદ્યાલય ના પ્રધાનાચાર્યા મયુરીબહેન કપુરીયા તેમજ બેડી મરીન થી કોન્સ્ટેબલ ઉપસ્થિત હતા.
Tuesday, August 6, 2024
શિશુમંદિર વિભાપર વિદ્યાલય માં સ્થાનિક વૈદિક ગણિત પ્રશ્નમંચ યોજાયો.
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ના વિદ્યાલય ના વિદ્યાર્થીઓ નો વિદ્યાલય સ્તર નો સ્થાનિક વૈદિક ગણિત પ્રશનમંચ યોજાયો. જેમાં ધોરણ ૪ થી ૯ ના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો. જેમાં લાંબી સંખ્યા માં ગુણાકાર,ભગાકારો,વર્ગ વર્ગમૂળ વગેરે ના વૈદિક ગણિત આધારિત જવાબો વિદ્યાર્થીઓ એ માત્ર સેંકડો ની અંદર આપ્યા હતા. આ સ્થાનિક વૈદિક ગણિત પ્રશ્નમંચ વિદ્યાલય ના બધા વિદ્યાર્થીઓ એ નિહાળ્યો તેમજ ઉપસ્થિત વિદ્યાર્થીઓ એ પણ જવાબો આપ્યા. આપણી વિદ્યાલય માં ધોરણ ૧ થી વૈદિક ગણિત નો અભ્યાસ કરાવવામાં આવે છે. આપના વિદ્યાલય ની ટીમ આગળ આગામી વિભાગ કક્ષા એ વિદ્યાલય નું પ્રતિનિધિત્વ કરશે.
Thursday, July 25, 2024
શિશુવાટિકા નું પ્રથમ સોપાન
શ્રી સરસ્વતી શિશુવાટીકા વિભાપર વિદ્યાલય નું પ્રથમ વાલી સોપાન થયું
જેમનો વિષય હતો જીવનનો ઘનિષ્ઠમ અનુભવ ટ્રસ્ટી શ્રી દિનેશભાઈ સંઘાણી નિયામકશ્રી જયશ્રીબેન જાડેજા પ્રધાન આચાર્ય દીક્ષાબેન અમરેલીયા ,માર્ગદર્શક તેમજ શિશુવાટિકા ના પ્રાંત પ્રમુખ રીનાબેન દવે ઉપસ્થિતિ રહ્યા હતા. શિશુ વાટિકા ના બાળકો અને વાલી ઉપસ્થિત રહ્યા સૌપ્રથમ માં સરસ્વતીની વંદના થઈ ત્યારબાદ અલગ અલગ કક્ષમાં વાલી દ્વારા ક્રિયા કલાપો અને વિદ્યા ભારતી પરિચય પર બૌધિક રહ્યું. જે શીતલબેન તારાપરા દ્વારા વિષયની પ્રસ્તુતિ થઈ.
Monday, July 22, 2024
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર ભારતીય કાયદા ની જાણકારી તેમજ સાયબર ક્રાઇમ અવેરનેશ કાર્યક્રમ.
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર ગુજરાત પોલીસ ના બેડી મરીન પોલીસ સ્ટેશન દ્વારા વિદ્યાલય પર ભારતીય કાયદા ની જાણકારી તેમજ સાયબર ક્રાઇમ અવેરનેશ કાર્યક્રમ યોજાયો જેમાં પોલીસ અધિકારી Dysp શ્રી નયનાબહેન ગોરડિયા બેડી મરીન ના પી.એસ.આઇ વી.એન પોપટ સાહેબ સાથે બેડી મરીન ના કોન્સ્ટેબલ દક્ષાબહેન પરમાર તેમજ શિવાનીબા જેઠવા ઉપસ્થિત રહ્યા હતા. નયનાબહેન ગોરડિયા એ વિદ્યાર્થીઓ ને સાયબર ક્રાઇમ અવેરનેશ,Gpsc વિશે માર્ગદર્શન, પોલીસ વિભાગ ની કામગીરી, કાયદાકીય માર્ગદર્શન તેમજ અધિકારી તરીકે પોતાનો અનુભવ કહ્યો. આવેલ અધિકારી વિદ્યાલય ના વિદ્યાર્થીઓ થી ખુબ પ્રભાવિત થયા. આ તકે વિદ્યાલય દ્વારા આવેલ અધિકારી નું સન્માન કરાયું. આ કાર્યક્રમ માં વિદ્યાલય ના નિયામક શ્રી જયશ્રીદીદી, પ્રધાનાચાર્યો, આચાર્યો તેમજ કક્ષા ૮,૯,૧૦ ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા. આ કાર્યક્રમ થી વિદ્યાર્થીઓ માં કાયદાકીય સમજ તેમજ તેના થી બચવા નું માર્ગદર્શન મળ્યું.
Subscribe to:
Posts (Atom)
વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય વિદ્યાર્થીઓ એ પોલીસ હેડક્વાર્ટર ની મુલાકાત લીધી.
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ના વિદ્યાર્થીઓ એ જામનગર પોલીસ હેડ ક્વાર્ટર ની મુલાકાત લીધી જેમાં પોલીસ ના વિવ...
-
આજ રોજ વિશ્વ યોગ દિવસ નિમિતે વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી...
-
તારીખ 24/12/25 થી તારીખ 25/12/25 ના રોજ વિદ્યા ભારતી નો કચ્છ બિદડા સ્થાન પર પ્રાંતિય (રાજ્ય) કક્ષા ખેલકૂદ સમારોહ યોજાયેલ જેમાં શ્રી સરસ્વતી ...
-
🚩આજ રોજ વિદ્યાભારતી સૌરાષ્ટ્ર સંભાગ ખેલકૂદ એથલેટિક્સ વિભાગ નો અમરેલી વિદ્યાલય ખાતે યોજાયો જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભ...