સંઘ વિચાર થી પ્રેરિત વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સલ્ગ્ન શ્રી સરસ્વતી શિશુવાટિકા, પ્રાથમિક અને માધ્યમિક વિદ્યાલય

Monday, October 7, 2024

વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત ખીજડીયા પક્ષી અભયારણ્ય આયોજિત શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર માં જાગૃતિ રેલી.

ગુજરાત વન વિભાગ ના દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન તેમજ ખીજડીયા પક્ષી અભયારણ્ય દ્વારા હાલ 2 થી 8 ઓકટોબર વન્ય પ્રાણી સપ્તાહ ઉજવવામાં આવે છે. તે અંતર્ગત આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ના વિદ્યાર્થીઓ તેમજ આચાર્યો અને ફોરેસ્ટ અધિકારીઓ સાથે મળી સવારે પ્રભાત ફેરી નું આયોજન થયેલ. જેમાં વિભાપર ગામ માં વિદ્યાર્થીઓ એ વિવિધ પ્રાણીઓના મુખ તેમજ પ્લે કાર્ડ અને બેનર લઈ ને ગામ માં વન્યજીવ બચાવવા સૂત્રો થી ગામમાં જાગૃતિ આવે અને વન્યજીવો નું રક્ષણ કરે તે માટે પ્રભાત ફેરી વિભાપર ગામ માં ફરી. વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે ગામમાં જાગૃતિ રેલી માં ભાગ લીધો. આ તકે ખીજડીયા પક્ષી અભયારણ્ય ના રેન્જ ફોરેસ્ટ ઓફિસર દક્ષાબેન વઘાસિય ફોરેસ્ટ ગાર્ડ એલ.ડી જાડેજા જે.પી.હરણ તેમજ ખીજડીયા પક્ષી અભયારણ્ય ના કર્મચારી ઉપસ્થિત હતા. તેમજ આપણી વિદ્યાલય ના નિયામક જયશ્રીબા જાડેજા , વિદ્યાલય ના પ્રાથમિક વિદ્યાલય ના પ્રધાનાચાર્ય મયુરીબહેન કપુરિયા માધ્યમિક વિદ્યાલય ના હેમાંશુભાઈ શિશુ વાટિકા માર્ગદર્શક રીનાબહેન દવે તેમજ વિદ્યાલય ના આચાર્યો તેમજ વિદ્યાર્થીઓ પ્રભાત ફેરી માં હતા.

શિશુમંદિર વિદ્યાલય વિભાપર અખિલ ભારતીય અધિકારી ની મુલાકાત

વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર દ્વારકા જતા પહેલા વિદ્યાલય પર સંસ્કૃતિ બોધ પરિયોજના ના અખિલ ભારતીય સંયોજક શ્રી દુર્ગસિંહજી રાજપુરોહિત એ વિદ્યાલય ની મુલાકાત લીધી જેમાં ટ્રસ્ટી,વ્યવસ્થાપક,આચાર્યો નો પરિચય કર્યો તેમજ વિદ્યાલય દ્વારા ચાલતા પ્રકલ્પ તેમજ વિદ્યાલય દ્વારા સંચાલિત ૬૬ જેટલા સંસ્કાર કેન્દ્ર ની માહિતી લીધી. વિદ્યાલય થી તેઓ પ્રભાવિત થયા તેમજ વિદ્યાલય ટીમ ને માર્ગદર્શન આપ્યું હતું. સાથે ગુજરાત પ્રાંત સંસ્કૃતિ બોધ પરિયોજના ના  સંયોજક શ્રી જયંતિભાઈ પડસુંબિયા પણ હતા. 

Wednesday, September 25, 2024

વિજયાદશમી અંતર્ગત વિદ્યાલય પર વાલીબેઠક

વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન 
શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર
પર આગામી સંઘ ના માનનીય સર કાર્યવાહ શ્રી દતાત્રેયજી હોસબોલે ના આગમન  વિજયાદશમી પર જામનગર જિલ્લા નું એકત્રીકરણ થવાનું છે. જે અંતર્ગત વિદ્યાલય પર ૪૮૯ વાલી ઉપસ્થિત રહ્યા હતા. તેમાં જિલ્લા એકત્રીકરણ ની જાગૃતિ સંઘ પરિચય થયો ત્યારબાદ મહિલા તેમજ ભાઈઓ નું રજિસ્ટ્રેશન થયું. સંઘ પરિચય વિશે માઘ્યમિક ના પ્રધાનઆચાર્ય હેમાંશુભાઈ પરમાર એ સંઘ ની માહિતી આપી. તેમજ આ વાલી બેઠક ના સંયોજક વિદ્યાલય ના નિયામક શ્રી જયશ્રીબા જાડેજા હતા. 
આ બેઠક માં વિદ્યાલય ના ટ્રસ્ટીઓ,વ્યવસ્થાપકો,આચાર્યો તેમજ વિશાળ સંખ્યા માં વાલીઓ ઉપસ્થિત હતા. 
સાથે ભાઈઓ માટે સંઘ નો ગણવેશ પર ત્યાજ લઈ શકાય તેવી વ્યવસ્થા હતી.

Tuesday, September 17, 2024

જામનગર સંકુલ ખેલકૂદ માં શિશુમંદિર વિભાપર વિદ્યાલય નું શ્રેષ્ઠ પરિણામ.

આજ રોજ વિદ્યાભારતી સંલગ્ન જામનગર સંકુલ (જિલ્લા કક્ષા નો) ખેલકૂદ જામનગર પોલીસ હેડ કવાર્ટર નં મેદાન પર યોજાયો જેમાં આપણી વિદ્યાલય શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય ના ૯૦ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો. જેમાં ૧૦૦,૨૦૦,૪૦૦,૬૦૦,૮૦૦,૧૫૦૦,૩૦૦૦ મીટર દોડ,ખોખો,ચેસ, બેડમિન્ટન, ઉંચી,લાંબી ત્રી કૂદ,ચક્ર,ગોળા અને બરછી ફેંક તેમજ શિશુ માટે મેડિસન થરો બોલ,૫૦ મીટર દોડ,સ્ટેન્ડિંગ બ્રોડ જંપ જેવી રમતો યોજાઈ જેમાં આપણી વિદ્યાલય ને ૩૪ ગોલ્ડ, ૫૦ જેટલા સિલ્વર મેડલ પ્રાપ્ત થયા કુલ ૮૪ મેડલ વિદ્યાલય ના વિદ્યાર્થીઓ એ શ્રેષ્ઠતા મેળવી. જામનગર સંકુલ પછી પ્રથમ આવનાર વિદ્યાર્થીઓ આગળ સૌરાષ્ટ્ર સંભાગ (ઝોન કક્ષા) એ રમવા જશે. 
તમામ વિદ્યાર્થીઓ ને વિદ્યાલય પરિવાર તરફથી અનેક શુભકામનાઓ.
આ ખેલકૂદ ના કોચ તરીકે સરોજબા જાડેજા દીદી તેમજ હેમાંશુ ગુરુજી હતા.

Monday, September 16, 2024

દ્વિતીયવાલી સોપાન

વિદ્યાભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય નું શિશુવાટિકા વિભાગ નું વાલી સોપાન યોજાઈ ગયું.
સૌ પ્રથમ દિપ પ્રાગટ્ય,વંદના,અતિથિ પરિચય,ક્રિયા કલાપો જેમાં સાંસ્કૃતિક પ્રકૃતિ નો પરિચય તેની પૂજા તેનું મહત્વ સમજાવ્યું ત્યારબાદ વિદ્યાર્થીઓ એ તેના માતા પિતા ને પંચાગ પ્રણામ અને તેનું મહત્વ સમજ્યા, પ્રકૃતિ ની સમજ યોગ્ય ઉપયોગ અને તેનું મહત્વ સમજાવ્યું. ત્યારબાદ શ્રી ભારતીદીદી એ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણ ના વિષય પર બૌદ્ધિક માર્ગદર્શન રહ્યું.
આ સોપાન વાલી સોપાન માં ટ્રસ્ટી,વ્યવસ્થાપક,નિયામક,આચાર્ય તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત હતા.

Sunday, September 15, 2024

સ્થાનિક આચાર્ય પ્રશિક્ષણ વર્ગ વિભાપર.

વિદ્યા ભારતી સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય પર આજ રોજ વિદ્યાલય પર શૈક્ષણિક અને નવી માહિતી અને વિષય નિષ્ણાત માટે આચાર્ય પ્રશિક્ષણ દર મહિને યોજવામાં આવે છે. તે અંતર્ગત આજે પંચપદી શિક્ષણ પદ્ધતિ ની સમજ પાઠ આયોજન વિદ્યાલય ના પ્રાથમિક વિભાગ ના  પ્રધાનાઆચાર્ય શ્રી મયુરીદીદી એ સમજ આપી ત્યારબાદ આચાર્યો એ પોતાના વિષય મુજબ નું પાઠ આયોજન કર્યું અને પંચપદી શિક્ષણ વિશે સમજ મેળવી ત્યારબાદ માધ્યમિક વિભાગ ના હિમાંશુગુરુજી એ આચાર્યો ને  ડિજિટલ શિક્ષણ,સરકાર શ્રી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ના ઓનલાઇન કોર્સ જોઇન કરી અભ્યાસ કર્યો. તેમજ એ.આઇ નો અભ્યાસ માં ઉપયોગ વિશે સમજ લીધી.

વિદ્યા ભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર વિદ્યાલય વિદ્યાર્થીઓ એ પોલીસ હેડક્વાર્ટર ની મુલાકાત લીધી.

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી સરસ્વતી શિશુમંદિર વિભાપર ના વિદ્યાર્થીઓ એ જામનગર પોલીસ હેડ ક્વાર્ટર ની મુલાકાત લીધી જેમાં પોલીસ ના વિવ...